નાગરિક સમજે છે સાચા સેવકો કોણ છે ? : રાજભા ઝાલા : સ્થાનિક રાજકારણમાં ગરમાવો

0
650

(આસ્થા મેગેઝીન સાથે વાતચીતમાં)
રાજકોટ : થોડા સમયથી રાજકારણમાં ગરમાગરમીનો માહોલ રહ્યો છે ત્યારે રાજકોટના સ્થાનીક રાજકારણમાં પણ ઘણા બદલાવ થઇ રહ્યા છે આવ જ એક કિસ્સામાં રાજકોટ ભાજપના કર્તવ્યનિષ્ઠ અને પ્રમાણિક તેમજ ભાજપ સાથે નાની ઉંમરથી જોડાયેલા પાયાના કાર્યકર્તાથી ચાલુ કરેલી પોતાની ફરજ પૂર્ણ કરી થોડા સમયથી નિષ્ક્રિય થઇ ગયા હતા. બાદમાં આગામી સમય ફરી કોંગ્રેસ સાથે જોડાઇ પોતાના સમાજલક્ષી કાર્યો આગળ વધારવાની નેમ લઇ એક પરિવર્તન કરી નાગરિકોને ન્યાય અપાવવા માટે તેમજ પ્રજાલક્ષી અભિગમ અપનાવવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે.
હાલના સી.એમ. ના એક સમયે બહુ જ નજીકના ગણાતા રાજભા હાલમાં તેની સામે જંગ ની ખુલ્લેઆમ આવનારી ચૂંટણીમાં તખ્તો ગોઠવી પોતાની તાકાત અને આજસુધી પ્રજાલક્ષી પોતાના કાર્યોની મહેનત દ્વારા સક્રિય બની આવનારી ચૂંટણીમાં ધોળે દિવસે તારા દેખાડી દેવાની તૈયારી કરી ચૂકયા છે.
હર હંમેશ લોકો માટે અને પાર્ટી લાઇને કામ કરી રહેલા રાજભા પાર્ટીમાં સક્રિયતા ના છેલ્લા સમયે તેમના પ્રત્યે નકારાત્મક ભાવના, અન્યાય તેમજ આંતરીક જૂથ વાદ ના કારણે પાર્ટી સાથે નાતો તોડી દીધો હતો. રાજભા યુવા ભાજપના પ્રમુખ, મહામંત્રી, ચૂંટણી ઇન્ચાર્જ, સીન્ડીકેટ સભ્ય, સ્ટેન્ડીંગ ચેરમેન જેવા મહત્વના હોદાઓ ઉપર રહી પોતાની પ્રજાલક્ષી ફરજ બજાવી છે.
રાજભા પોતે એક સંગઠન અને શકિત ધરાવે છે. તેની પાછળ નું માત્ર એક જ કારણ છે તેમણે પોતાના સમયકાળમાં નાનામાં નાના લોકો ના પણ રાત દિવસ કામ કર્યા છે.
હાલમાં તેઓએ જણાવ્યું કે : પોતો ઇન્દ્રનિલ રાજયગુરુ કોંગ્રેસના ટેકામાં છે અને તેમની સાથે રહી આગામી દિવસોમાં આવનારી ચૂંટણી માં કામ કરીશ અને માત્ર ને માત્ર પ્રજાલક્ષી અભિગમ અને હાલમાં રાજકારણમાં તેમજ સમાજમાં ચાલી રહેલી ગંદકીઓને સાફ કરીશું. પ્રજાને સાચા સમાજ સેવકની જરુર છે નહીં કે માત્ર ફોટા પડાવતા નેતાઓની પ્રજા સમજે છે કે કોણ પ્રજાનું કામ કરે છે અને કોણ મોટી મોટી વાતો કરે છે.
સિધ્ધાંતો થી અને સ્વમાનને વરેલા રાજભા ઝાલા રાજકોટના પોતાના મત વિસ્તારમાં એક મોટી લોક ચાહના ધરાવે છે પોતાનું સમગ્ર જીવન લોકો માટે સમર્પિત કર્યું છે. આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીઓમાં ભાજપ ને એક મોટો ફટકો પડશે તે વાત નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે.
હાલમાં સ્થાનિક રાજકારણમાં નાના કાર્યકર્તાઓથી લઇ અન્ય કાર્યકર્તાઓમાં પણ અંદરખાને નારાજગી જણાઇ રહી છે. દરેક નેતાઓ પોતાના રોટલા શેકવામાં જ રાજી છે નાના કાર્યકર્તાઓ વિષે કોઇ વિચારતું નથી. જયારે ચૂંટણીઓ નજીક હોય છે ત્યારે કાર્યકર્તાઓનો ઉપયોગ કરી મૂકી દેવામાં આવતા હોય છે. આવા સંજોગોમાં હવે કાર્યકર્તાઓ પણ મૂર્ખ બનવા માંગતા નથી હોતા. તેવું એક ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓનું જણાવવાનું હતું.

NO COMMENTS