રાજકોટ મનપા નવા કમિશનર બંછાનીધિ પાની : પાની દેખાડશે કે પાની માં બેસી જશે ?

0
128

રાજકોટ મનપા ના નવા કમિશનર તરીકે બંછાનીધિ પાની ની નિમણૂક કરવામાં આવી છે ત્યારે મૂળ ઓરિસ્સાના અને ભાવનગર તરીકે કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલા બંધાનીધિ પાની બેસ્ટ કલેકટર ઓફ સ્ટેટ નો એવોર્ડ વિજેતા છે. બંછાનીધી પાની બનાસકાંઠના કલેકટર રહી ચૂકયા છે. તેમણે પોતાના અભ્યાસ જેએનયુમાંથી કરેલો છે.
રાજકોટમાં મ્યુ. કમિશનર તરીકે ચાર્જ છોડતા વિજય નહેરાએ ઘણી મુશ્કેલીનો સામનો કરી ચૂકયા હતા. ત્યારે નવનિયુકત કમિશનર પાની સામે રાજકોટ ની પ્રાથમિક મુખ્ય જરુરીતાય પાણી,ગંદકી અને રસ્તે રઝળતા ઢોર ની સમસ્યા મુખ્ય બની રહેશે.
રાજકોટ મનપા જયારે ભાજપનો ગઢ છે ત્યારે અનેક પ્રશ્ર્નોનો સામનો કરવો પડી રહ્યો છે. વિજય નહેરા ના અધુરા પ્રોજેકટો પૂર્ણ કરવા પડશે. રાજકોટ શહેરમાં વસ્તી વધતા દિન પ્રતિદિન સમસ્યાઓ પણ વધતી જ જાય છે. જયારે રાજકોટને પાણી ની સમસ્યા તો થોડો ઓછો વરસાદ થતા પીવાના પાણીની સમસ્યા તે કાયમી ધોરણે છે. હવે જોઇએ આવનાર દિવસોમાં નવા કમિશનર તેનું પાણી દેખાડશે કે પાણીમાં બેસી જાશે.

NO COMMENTS