રાજકોટ : હત્યાનો સીલસીલો યથાવત શેઠનગરમાં ફાયરીંગમાં એક મોત

0
72

રાજકોટમાં દિન પ્રતિદિન ખૂન ના બનાવો વધતા જાય છે ત્યારે આજે ધોળે દિવસે જામનગર રોડ ઉપર આવેલા શેઠ નગર પાસે ફાયરીંગ નો બનાવ બન્યો હતો. ફાયરીંગની ઘટનામાં એક વ્યકિતનું મોત થયું હતું. બનાવની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ઘાયલ વ્યકિતને હોસ્પિટલે ખસેડવામાં આવેલ જયાં તેનું મૃત્યુ થયું હતું. સુત્રોના જણાવ્યાનુસાર ત્રણ ગોળીઓ મારી હત્યા કરાઇ હતી. રાજકોટમાં છેલ્લા 21 દિવસમાં 10 હત્યાના બનાવો બન્યા છે. કમિશનર દ્વારા તાત્કાલીક તપાસનો આદેશ કરી હોસ્પિટલે પહોંચ્યા હતા.
(સુત્રોમાંથી )

NO COMMENTS