રાજકોટમાં યુનિ. રોડ ઉપર ખુલ્લેઆમ માસ-મટન અને મદીરાનું વહેંચાણ…!

0
444

સૌરાષ્ટ્રનું હબ ગણાતું રાજકોટ અને તે પણ સ્માર્ટ સીટી…! સૌથી વધુ રાજકારણીઓ અને નેતાઓ અહીંયા વાસ કરી રહ્યા છે..! તે રાજકોટ..! અહીંયા હિંદુત્વના બણગા ફૂંકનારા અસંખ્ય લોકો મળી આવે.. અહીંયા સામાજીક સંસ્થાઓ શેરી ગલીએ જોવા મળે..! અને સાહેબ કાયદો અને વ્યવસ્થા માત્ર દેખાડા પૂરતી જ..! મહાનગર પાલિકાના કમિશન્ર કે જેમને માત્ર ડિમોલીશન અને જમીન બાબતે જ રસ હોય..!

હા સાહેબ… આ એ જ રાજકોટ છે જયાં માસ-મટન અને દારુ ખુલ્લેઆમ મળે છે. વિસ્તૃત માહિતી મુજબ રાજકોટના યુનિવર્સિટી રોડ એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગાર્ડી ગેઇટની તદન બાજુમાં અને બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના પાડોશમાં કે જયાં હમણાં થોડા સમય પહેલા મહાનગર પાલિકા દ્વારા ડિમોલીશન કર્યું છે. કે જે માત્ર નામનું જ છે..? ત્યાં આ વિશાળ મેદાનમાં ખુલ્લેઆમ માસ-મટન અને દારુ નું વહેંચાણ થઇ રહ્યું છે.
કઇ રીતે વહેંચાય છે દારુ : સૌ પ્રથમ તમારી કાર અથવા તો બાઇક લઇને આ મેદાનની આસપાસ બે ચક્કર મારો એટલે ત્યાં રોડ ઉપર એક માણસ ઉભો હોય તે તમારી પાસે આવે અને તમારે જોઇતી બ્રાન્ડ અથવા દેશીદારુ તમને આપી જાય છે.
સાંજના સમય પછી જેમ જેમ રાત્રી થતી જાય તેમ તેમ અહીંયા જુદી જુદી કારોના થપ્પા લાગે છે. તે માત્ર દારુ લેવા માટે. ઉપરાંત અહીંયા માસ અને મટન વહેંચાતુ હોવાથી આસપાસ માં પણ અસહ્ય ગંદકીનો ફેલાવો થઇ રહ્યો છે.
ખાસ કરીને જોવાનું તે કે તેની તદન બાજુમાં જ સરકારી આવાસો એટલે કે જયાં સીબીઆઇના કર્મચારીઓ પણ રહે છે..! છતાં પણ આ શહેરની દુર્દશા ઉપર કોઇનું ધ્યાન ખેંચાતું નથી.
રાજકોટ શહેર એક ધાર્મિક અને આસ્થાની નગરી છે ત્યાં આવા હાલ..! આ શહેરમાં અમુક નેતાઓ માત્ર નામ પુરતા જ છે. કે જે હિન્દુ જ્ઞાતિની મુખ્ય જ્ઞાતિ કહેવાય તેના ધરોહર છે અને સરકારના મુખ્ય હોદાઓ ઉપર છે છતાં પણ પોતાના વિસ્તારમાં ખુલ્લેઆમ માસ મટન અને મદીરાનું વહેંચાણ થઇ રહ્યું છે.
આ વહેંચાણ રાજકોટના મુખ્ય રસ્તા ઉપર એટલે કે જે રસ્તા ઉપર દિવસના હજારો લોકો નીકળતા હોય છે અને શિક્ષણનું મુખ્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જતાં રસ્તામાં આવે છે છતાં પણ શા માટે તંત્ર દ્વારા આવું ચલાવી લેવામાં આવી રહ્યું છે.. લોકોના મનમાં સતત એ વાત ચર્ચાનો વિષય બન્યો છે કે, આ મટન અને દારુનું વહેંચાણ કોની મીઠી નજર હેઠળ ચાલી રહ્યું છે..??? શું પોલીસ તંત્ર અને રાજકોટ મનપા આ પ્રશ્ર્ને ધ્યાન આપશે ?

NO COMMENTS