રાજકોટ : પંચનાથ મંદિર મહાદેવ ને વિવિધ શણગાર

0
130

(તસવીર : હિરેન અનડકટ)
રાજકોટ : રાજકોટના પંચનાથ વિસ્તારમાં આવેલા પંચનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે પંચનાથ મહાદેવ ને દરરોજ વિવિધ શણગાર કરવામાં આવે છે. ત્યારે સોમવારે મહાદેવને રૂ ના શણગાર કરી કૈલાસની છબી આબેહૂબ બનાવવામાં આવી હતી. રાજકોટના પૌરાણીક પંચનાથ મંદિરે હજારો ભકતોની ભીડ જામે છે. પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકિય પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે. જયારે ભોળાનાથ ને રીઝવવા દરરોજ સાંજે આરતીમાં હજારો ની સંખ્યામાં રાજકોટની પ્રજા જોડાય છે. મહાદેવ સાથે અન્ય દેવી દેવતાઓને પણ શણગાર કરાય છે. દર્શન માટે ભકતો ની લાંબી લાઇનો જોવા મળે છે.

NO COMMENTS