રાજકોટ : શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાની તડામાર તૈયારી

0
79
rajkot : parshuram shobha yatra
rajkot : parshuram shobha yatra

રાજકોટ :ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામનો પ્રાગટયદિન એટલે અક્ષયતૃતિયા અખાત્રીજ તા. 28-04-2017 ને શુક્રવારના રોજ છે. જે બ્રહ્મ તેજ ને વધુમાં વધુ બળવતર બનાવવાનો ગૌરવ દિવસ છે. દર વર્ષની જેમ આ વર્ષે પમ ભગવાન શ્રી પરશુરામની જન્મ જયંતી ભવ્યા તી ભવ્ય રીતે ઉજવાય તે માટે ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજન કરેલ છે. જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા પરશુરામ દાદાની શોભાયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી ચે. આ વર્ષના ક્ધવીનર પદે વર્ષ 2017 ની શોભાયાત્રાના યુવાધારાશાસ્6ી મોનિષભાઇ જોષી ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. જન્મ જયંતી ઉજવવા માટે કમીટી બનાવવામાં આવી છે. ઉપરાંત તા. 17-04-2017 થી ત્રિકોણબાગ ખાતે ભગવાન શ્રી પરશુરામ દાદાની મૂર્તિ ની સ્થાપના કરી સાંજે 8 કલાકે મહાઆરતીનું અયાોજન કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર સમાજ લાભ લઇ શકે છે. શોભાયાત્રા સાંજે 4 કાકે પંચનાથ મંદિરથી પ્રસ્થાન કરશે. સાજે 7 કલાકે પરશુરામ ધામ ખાતે પહોંચશે. ઉપરાંત ત્યાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે.

(સુત્રોમાંથી )

NO COMMENTS