રાજકોટ પોલીસ ભણાવે છે કાયદાના પાઠ

0
1059
Rajkot Police checking

રાજકોટમાં જયારે ક્રાઇમ નો રેસીયો વધી ગયો હતો ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંઘ ગેહલોત દ્વારા ગુનેગારો અને કાયદો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરી તેમને કાયદાનું ભાન કરાવે છે ત્યારે રાજકોટમાં પોલીસની સઘન કામગીરી દ્વારા ગુન્હેગારો તેમજ કાયદાનો ભંગ કરનાર માં ફફડાટ વ્યાપી ગયો છે. મોડી રાત્રીના મુખ્યમાર્ગો તેમજ શહેરને જોડતા હાઇવે ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઇ છે. ગઇકાલે રાત્રિના જામનગર હાઇવે ઉપર આવેલ માધાપર ચોકડી પાસે આવતા વાહનોને રોકી વાહનોમાં ગેરકાયદેસર બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો પોલીસની ઝપટે ચડયા હતા. અમુક વાહનો પોલીસનું ચેકિંગ જોઇને રફૂચક્કર થઇ ગયા હતા. જયારે શહેરમાં કે.કે.વી. હોલ ચોક, ઇન્દિરા ચોક, ક્રિષ્ના પાર્ક-ગોંડલ રોડ ચોકડી, ડિલક્ષ ચોકડી-અમદાવાદ હાઇવે જેવા રસ્તાઓ ઉપર પણ ચુસ્ત ચેકિંગ હાથ ધરાયું હતું. જયારે શહેરમાં પણ બ્લેક ફિલ્મ લગાવેલ કારો ને રોકીને તે ફિલ્મ કાઢવા તુરંત આદેશ કરાયો હતો. આ ઝુબેશ દરમિયાન ટ્રાફિક એ.સી.પી. તેમજ પોલીસ સ્ટાફ દ્વારા નિયમભંગ કરનારને કાયદાનું ભાન કરાવાયું હતું. ઉપરાંત વાહનો ઉપર જાતી,ધર્મ અથવા સ્લોગન,નંબર પ્લેટ પર કોઇ અન્ય લખાણ પોલીસ સ્ટાફ દ્વારા દૂર કરાયા હતા. પોલીસ ના ઓચિંતા ચેકિંગ દ્વારા કાર માં લગાવેલ બ્લેક ફીલ્મ કે અન્ય લખાણો દૂર કરાવવા લાગ્યા છે. ત્યારે પોલીસ દ્વારા તાત્કાલીક દંડની જોગવાઇ પણ કરાઇ છે. અને ગુન્હેગારોને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે.

(પ્રતિનિધી દ્વારા)

NO COMMENTS