રાજકોટ : લોકમેળાનો પ્રારંભ : તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્ત

0
82

(તસવીર : હિરેન અનડકટ)
સૌરાષ્ટ્રભરમાં લોકો રાજકોટના લોકમેળાની રંગત માણવા પધારે છે ત્યારે ગઇકાલે લોકમેળાનો પ્રારંભ થયો છે. રાજકોટ કલેકટર લોકમેળા સમિતિ દ્વારા આયોજીત લોકમેળો રાજયના મંત્રી જયેશ રાદડિયા ના વરદ હસ્તે શુભારંભ કરાયો હતો. લોકમેળામાં વિવિધ પ્રકારના રમકડા, આઇસ્ક્રીમ, ખાણીપીણી ના સ્ટોલો ઉપરાંત વિવિધ રાઇડસો નો સમાવેશ કરાયો છે. આકર્ષક મેઇન ગેઇટ ગ્રામીણ સંસ્કૃતિ આધારીત ભાત પાડતી બનાવાયો છે. સમગ્ર મેળાનું આયોજન રાજકોટ કલેકટર વિક્રાંત પાંડેની દેખરેખ હેઠળ યોજવામાં આવેલ છે. કલેકટર ઓફિસના સ્ટાફ દ્વારા પણ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. પાંચ દિવસીય લોકમેળામાં સૌરાષ્ટ્રના આસપાસના તમામ ગામોમાંથી લોકો લોકમેળો માણવા આવતા હોય છે. દર વર્ષે લોકમેળામાં સ્ટોલ ધારકો દ્વારા ઘણીવાર વધારે ભાવ લઇ લૂંટ ચલાવતા હોય છે. આ બાબતે કલેકટર દ્વારા વેપારીઓ ઉપર લગામ ખેંચી છે. લોકમેળામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અને વોચ ટાવર પણ ગોઠવાયા છે.
લોકમેળામાં ચારે દિશા માં ગેઇટ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, રાજકોટમાં વર્ષો સુધી પહેલા લોકમેળો શાસ્ત્રી મેદાનમાં યોજાતો હતો પરંતુ હવે રેસકોર્સ મેદાન ખાતે આ લોકમેળાનું આયોજન થઇ રહ્યું છે. સાથો સાથ મેઇન સ્ટેઇજ ઉપર વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજન ના કાર્યક્રમો પીરસવામાં આવશે.

NO COMMENTS