રાજકોટ : ભાઇશ્રી દ્વારા રામભાઇ મોકરીયાના નિવાસસ્થાને સુંદરકાંડના પાઠ યોજાયા

0
411
rajkot : rameshbahi oza bhagvat katha
rajkot : rameshbahi oza bhagvat katha

રાજકોટ : શહેરમાં પંચનાથ ધામ, રેસકોર્સ ખાતે ચાલી રહેલી પૂ. શ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ભાગવત સપ્તાહના ગઇકાલે ત્રીજા દિવસે શહેરના મારુતિ કુરીયરવાળા રામભાઇ મોકરીયાના નિવાસ સ્થાને રમેશભાઇ ઓઝા તેમજ સાંદીપની આશ્રમના ઋષીકુમારો દ્વારા ભવ્ય સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું. જેમાં શહેરના ઉદ્યોગપતિઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ મિડિયા જગત, પંચનાથ ટ્રસ્ટ ના અગ્રણીઓ ની ઉપસ્થિતી માં ધાર્મિકોત્સવ યોજાયો હતો. બાદમાં ભાઇશ્રી એ નાગરિકોને મળી આશિર્વચન આપ્યા હતા. ઉલ્લેખનિય છે કે, ભાઇશ્રી રમેશભાઇ ઓઝા નો કથા દિવસો દરમિયાન રામભાઇ મોકરીયા ના નિવાસ સ્થાને ઉતારો હોવાથી ત્યાં રામભાઇ મોકરીયા દ્વારા સુંદર મજાની વ્યવસ્થા તેમજ પ્રસાદ ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
સુંદરકાંડના પાઠ પોરબંદર સાંદીપની આશ્રમના ઋષિકુમારો દ્વારા તાલબદ્ધ રીતે આયોજન કરાયું હતું. બાદમાં ભાઇશ્રી દ્વારા લોકોને મળી રાત્રિના સમયે પંચનાથ ધામ, રેસકોર્સ મેદાન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લેવા પધારયા હતા. સુંદરકાંડના પાઠમાં શ્રી રામભાઇ મોકરીયા પરિવાર દ્વારા સુંદર આયોજન કરાયું હતું.

NO COMMENTS