પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને : ભાગવદ્સપ્તાહનો પ્રારંભ

0
74
rajkot : rameshbahi oza bhagvat saptah
rajkot : rameshbahi oza bhagvat saptah

રાજકોટ : હાલના સમયમાં જયારે માણસ ધર્મથી વિખૂટો પડતો જાય છે. ત્યારે શહેરના શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનીક ટ્રસ્ટ દ્વારા પુ. ભાઇ શ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ભાગવત સપ્તાહનું તા. 18 થી 25 મે સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ભાગવત સપ્તાહમાં લાખો લોકો સપ્તાહનો લાભ લેશે. કથાની પૂર્વ તૈયારી સ્વરુપે આખરીઓપ અપાઇ ગયો છે. ટ્રસ્ટ દ્વારા શ્રોતાગણોને ગરમીનો અનુભવ ન થાય તે માટે વિશાળ ડોમ તેમજ બહારગામથી આવતા શ્રાવકો માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. પૂ. ભાઇશ્રીના વ્યાસપીઠ ઉપરથી કથાશ્રવણ કરવા માટે બહારગામ ઉપરાંત અન્ય મેટ્રો શહેરોમાંથી પણ લોકો પધારવાના હોવાથી તેમના માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, આ ભાગવત સપ્તાહ શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનીક ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત હોસ્પિટલના લાભાર્થે યોજવામાં આવેલ છે. જેમાં ગરીબ દર્દીઓને ટોકન દરે સારવાર તેમજ ઇલાજ કરી આપવામાં આવશે. આવા ઉમદા સમાજલક્ષી કાર્ય માટે આ ભાગવત મહાયજ્ઞ પારાયણનું આયોજન રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પંચનાથ ધામ ખાતે કરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા સેવાકીય અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ સપ્તાહ માં દરરોજ જુદા જુદા પ્રસંગોની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ખાસ અતિ ગરમીના કારણે ડોમમાં પંખા તેમજ ઠંડુ પાણી જેવી અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.
કથા સાંભળવા માટે રાજકોટ શહેરમાંથી આવતા વૃધ્ધો માટે એક ટ્રસ્ટ દ્વારા જુદી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં શહેરના જુદા જુદા રુટો ઉપર થી ખાસ બસ સેવા પણ ઉભી કરાઇ છે. જેમાં વડિલોને સવારે તેડવ અને મુકી જવામાં આવશે. શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનીક ટ્રસ્ટ દ્વારા બનનારી ભવ્ય હોસ્પિટલમાં આધુનિક સારવાર લોકો લઇ શકશે. પંચનાથ મહાદેવ ટ્રસ્ટ સેવાકિય પ્રવૃતિઓનો ભેખ દર્દીનારાયણ રુપે દર્શન કરી આ નવનિર્મિત હોસ્પિટલના લાભાર્થે આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનીક ટ્રસ્ટ દ્વારા શહેરીજનો તેમજ અન્ય ભાવિકોએ કથા નો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કથા ની તૈયારીઓ રુપે ટ્રસ્ટ દ્વારા અલગ અલગ સમિતિ બનાવી કથા ની તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.

( એરાઉન્ડ ભાગવત સપ્તાહ)
– ખાસ ઉભા કરાયેલા ડોમમાં ખંડ વિભાજીત કરવામાં આવેલ છે.
– ડોમની સાઇઝ આશરે એલ લાખ સ્કવેર ફૂટ છે. – ડોમ ની સાઇઝ 75 ફૂટ છે.
– વ્યાસના મધ્યભાગે શિવલીંગ સ્થાપીત કરાયું છે – વ્યાસ પીઠ ની આસપાસ એલઇડી ની વ્યવસ્થા
– ડિજીટલ સાઉન્ડ સીસ્ટમ – ડોમમાં ગરમીના કારણે પંખાની વ્યવસ્થા
– ઠુંડુ પાણી તેમજ જમવાની વ્યવસ્થા – શહેરમાં વડિલો માટે તેડવા મુકવા માટે અલાયદી બસ વ્યવસ્થા
– કથાનો સમય. સવારે 9.15 થી 12.00- વડિલો માટે ભોજન વ્યવસ્થા – ખુરશી ની અલગ વ્યવસ્થા

NO COMMENTS