ધર્મ અને માણસને જોડતો અવસર : ભાગવત સપ્તાહનો પ્રારંભ : પૂ.ભાઇશ્રીના વ્યાસાસને

0
34
rajkot : rameshbhai oza bhagvat katha start
rajkot : rameshbhai oza bhagvat katha start

રાજકોટ : આજે રાજકોટમાં સૂર્ય નું પહેલું કિરણ ઉગતાની સાથે જ પ.પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને અને શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનીક ટ્રસ્ટ દ્વારા આયોજીત ભાગવત સપ્તાહના પ્રારંભે વહેલી સવારે પંચનાથ મંદિરેથી પ્રારંભ થઇ પંચનાથ ધામ, રેસકોર્સ સુધી પોથીયાત્રા નીકળી હતી. જેમાં વાજતે ગાજતે હજારો ભાવિકોની સંખ્યામાં લોકો જોડાયા હતા. શહેરના રાજમાર્ગો ઉપર ઘાર્મિક વાતાવરણ અને હર્ષો ઉલ્લાસ છવાયો હતો.
ધર્મ અને માણસને જોડતો સમાન એક સેતુ એટલે કે ભાગવત સપ્તાહ ત્યારે પૂજય ભાઇશ્રી ના સુમધુર અને અમૃતમય વાણીમાં તેમજ સંગીતમય સુરાવલી સાથે પાવનકારી શ્રી ભાગવત કથાનું ભાવિકોને અમૃતપાન કરાવશે.
તા. 18-05-2017 થી પ્રારંભ થનારી ભાગવત સ્પ્તાહ જ્ઞાનયજ્ઞમાં
ગણપતિ સ્થાપન, પોથીયાત્રા, શ્રી નૃસિંહ જન્મ, કપિલ જન્મ, વામન જન્મ, શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, શ્રી ગોવર્ધન મહોત્સવ, શ્રી રુક્ષમણી વિવાહ, શ્રી સુદામા ચરિત્ર અને કથા વિરામ જેવા વિવિધ અવસરો યોજવામાં આવશે. કથા ની સાથો સાથ દરરોજ કથા સ્થળ પંચનાથ ધામ, રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દરરોજ રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. જેમાં કસુંબલનો ડાયરો, રાસોત્સવ, ક્રિષ્ના માય લાઇફ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. આજે સવારે નીકળેલ પોથી યાત્રા હરિહર ચોક, ચૌધરી હાઇસ્કૂલ, બહુમાળી થઇને પંચનાથ ધામ ખાતે પહોંચી હતી. બગી, ડી.જે.ના સંગાથે વાજતે ગાજતે, અબીલ ગૂલાલની છોળ ઉડતા, અશ્ર્વ તેમજ બાઇક સવારો સાથે પોથીયાત્રા નો પ્રારંભ પંચનાથ મહાદેવ મંદિરેથી પંચનાથ ધામ રેસકોર્સ સુધી સમગ્ર માર્ગમાં પોથીનું સ્વાગત કરાયું હતું. રસ્તામાં ઠેર ઠેર ઠંડુપાણી તેમજ શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
સમગ્ર કથાનું આયોજન શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનીક ટ્રસ્ટ દ્વારા નવનિર્મીત હોસ્પિટલના લાભાર્થે આ આયોજન કરાયું છે. જેમાં લોકો ની અવિતરણ દાનની સરવાણી ચાલુ છે ત્યારે ટ્રસ્ટ ને અપાતું દાન કરમુકત છે. કથાને અશોકભાઇ ગોરધનભાઇ બોદરના પરિવાર દ્વારા સહયોગ મળી રહ્યો છે. ટ્રસ્ટ દ્વારા જુદી જુદી સમિતિ બનાવી સુવ્યવસ્થિત વ્યવસ્થા જળવાઇ રહે તે માટે કાર્યકરો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રેસકોર્સ મેદાન ખાતે કથા દરમિયાન ગ્રાઉન્ડ ખાતે જુદા જુદા ખંડોમાં વિભાજીત કરવામાં આવેલ છે. ઉપરાંત વાહન પાર્કિંગ તેમજ ટ્રાફિક જામ ન થાય તે માટે અગાઉથી કાર્યકરો તેમજ સિકયોરીટીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પ્રસાદ માટે પણ એક અલાયદો ખંડ બનાવી સુંદર વ્યવસ્થા અને પાણી તેમજ સરબત ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કથા સ્થળે દૂર બેઠેલો ભાવિકોને પણ સારી રીતે જોઇ અને સાંભળી શકાય તે માટે ડિજીટલ સાઉન્ડ સીસ્ટમ અને એલઇડીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે બહારગામ થી આવતા ભાવિકો માટે ભોજન વ્યવસ્થા અને ગુજરાત બહારથી આવતા કથાશ્રાવકો માટે રહેવા માટે ઉતારાની પણ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉપરાંત આ અવસરે સમગ્ર રાજકોટ નવ દિવસ સુધી ધાર્મિકનગરી બની જશે ત્યારે દેશ તેમજ વિદેશોમાં પોતાની અમૃતવાણી દ્વારા કથા કરતા પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા કે જેમણે અનેક દેશોમાં પોતાની કથા કરેલ છે. ત્યારે આ કથા પંચનાથ મહાદેવ મંદિર સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા અદ્યતન બનનારી હોસ્પિટલના લાભાર્થે કરવામાં આવી રહી છે. આ શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનીક ટ્રસ્ટ હોસ્પિટલ સેવાઅર્થે સમર્પિત કરવામાં આવશે.
કથા એ એક જીવનનું રસપાન છે તેના દ્વારા મનુષ્યમાં રહેલી નકારાત્મક ઉર્જાને બહાર કાઢીને જીવન જીવવાની નવી ઊર્જા અને ચેતના અર્પણ કરે છે ત્યારે માણસો એ આ કથારુપિ પરમશકિત ને પામવા માટે આવા રુડા અવસરે શહેરીજનોએ આ કથાનું રસપાન કરવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. આજે રાજકોટ જાણે ધાર્મિક રંગે રંગાયું હોય તેવી રીતે નંદઘોષ સાથે કથાનો પ્રારંભ થયો હતો. કથાને સફળ બનાવવા માટે સમિતિ ના કાર્યકરો દ્વારા મહેનત કરી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનીક ટ્રસ્ટ
રાજકોટ

NO COMMENTS