પ્રજા V/S. રાજય- રાજકોટ સત્યાગ્રહ

0
151
  • (મહેશ સાગઠિયા- રાજકોટ)

સૌરાષ્ટ્રના દેશી રાજયોમાં પ્રજાજનોને રાજય વહીવટના ભાગીદાર બનાવવા પ્રજા પરિષદ અમલમાં લાવનાર રાજકોટ ઠાકોર સરલાખાજીરાજના અકાળે થયેલા અવસાન પછી તેમના વરિષ્ઠ પુત્ર ઠા. ધર્મેન્દ્રસિંહજીનો રાજયાભીષેક કરાયો.
તેમનું શાસન રાજયમાં ખૂબ જ વિવાદાસ્પદ અને અડખામણું બન્યું. જેના પરિણામે 1938 માં રાજકોટમાં પ્રજા સત્યાગ્રહ નો આરંભ થયો. તેને અનેક ઉભરતા નેતૃત્વની કારકિર્દીમાં મહત્વનો ફાળો આપ્યો. સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરે પણ તેમાનાં એક હતા.
ચીલાચાલુ તવારીખી માહિતી છોડીએ તો અહીં પ્રસ્તુત વિગતો તે સમયે લોક નજરે ચડેલી ચર્ચાસ્પદ અને સન્નાટીપૂર્ણ હતી, તેના પાત્રો એટલા જ મહત્વના હતા.
ઠા. ધર્મેન્દ્રસિંહજી તેમના વિલાસી જીવન અને ખર્ચાળ શોખોને લઇ રાજકાજમાં ખાસ રસ લેતા નહીં, પરિણામે રાજય ચલાવવાનું તમામ કામકાજ નામ માત્રનું શિક્ષણ પરંતુ ભારે કોઠાસુઝ ધરાવતા દિવાન વીરાવાળા સાહેબના ભાગે આવ્યું.
સૌરાષ્ટ્રનાં પ્રથમ વર્ગના ગણનાપાત્ર દેશી રાજયો હોવા છતાં કાઠીયાવાડ પોલીટીકલ એજન્સીનું દફતર રાજકોટમાં હોય રાજકોટનું મહત્વ અદકેરું હતું. પોલીટીકલ એજન્ટની તમામ રાજયો પર ભારે ધાક હોવા છતાં મુત્સદી વિરાવાળા સાથે શકય હોય ત્યાં સુધી એજન્સી દ્વારા પણ વિવાદ ટાળવામાં આવતો. અને અન્ય દેશી રાજયો એજન્સી સાથેના પનારામાં દિવાન
વીરાવાળાની સલાહ લેતા.
ઠા. ધર્મેન્દ્રસિંહજીના વિલાસી ખર્ચને લઇને રાજયની તિજોરી પ્રશ્ર્ન પૂછવા લાગી, નાનું રાજય અને આવકના સીમીત સાધનો લઇ કરભારણ દેવું વધયું.
પરંતુ વીરાવાળા જેનું નામ દિવાસળી, ખાંડ સહિતની તમામ ચીજોને મોનોપોલાઇઝ કરી શકાય એવા ઇજારાઓ ઉંચી કિંમતે વેપારીઓને આપ્યા. જેથી લોકોએ કમ્મરતોડ મોંઘવારીનો સામનો કરવો પડયો. ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેેટો જેવા રાજયની માલીકીના મકાનો વેચવા કાઢયા. પાવર હાઉસ પર લોન મેળવવાની તજવીજ ચાલી. ખેડૂતો પર નું કરભારણ અને જકાતમાં વધારો કરાયો. ત્યાં સુધી પ્રજાજનો શાંત રહ્યા.
પરંતુ દારુ, જુગારની બદીને પ્રોત્સાહન આપતા લોકો વિફર્યા, જે લોકોના સામાજીક,આર્થિક અને નૈતિક જીવનને છિન્નભિન્ન કરવા પુરતું હતું.
કાર્નીવલ કંપનીને જુગાર રમાડવાનો પરવાનો આપતા તે પુરી તાકાતથી મેદાનમાં આવી. સત્યાગ્રહનો પ્રારંભ વજુભાઇ શુકલના નેતૃત્વમાં થયો હતો. તેમાં મહાજનો ઉપરાંત ચામડાના મોટો મેમણ વ્યાપારી દાઉદ શેઠ, ખોજા અગ્રણી રુપાણી અને બધા દુદા નામના દલીત ઉદ્યમી પણ જોડાઇને આ યજ્ઞને ઘી પુરું પાડયું.
આમ રાજકોટના સત્યાગ્રહ એક વર્ગ વિશેષણો ન રહેતા સમગ્ર પ્રજાજનોની આકાંક્ષાઓને પડઘો પડયો.
જેને પ્રારંભે સ્થાનિક પછી દેશભર અને વિશ્ર્વભરના અખબારોએ પવન આપ્યો, સાંગણવા ચોક આ ચળવળનું કેન્દ્ર બન્યું. ત્યાં સભાઓ, સરઘસ, ધરપકડ અને લાઠીચાર્જ ની ઘટનાઓ બની. અલબત પોલીસની લાઠી સ્ત્રી વર્ગની હંમેશા દુર રહી હતી.
જેલમાં સત્યાગ્રહીઓ ઉભરાતા હોવાથી પોલીસે ધરપકડો કરી શહેરની દુર છોડી દેવા નીતિ અપનાવી, પગપાળા પાછા ફરતા સત્યાગ્રહીઓ ભારે થાકથી આરામ કરતાં, જેથી સભાઓમાં થોડી ઓછી મેદની થતી. આ શસ્ત્ર કારંગત નિવડયું નહીં.
સૌરાષ્ટ્રના મહાજનો બોમ્બે, કલકતા અને વિદેશમાં પણ વટભેર સ્થાયી થયેલા જે આઝાદીના સંગ્રામમાં મહત્વનું ચાલકબળ હતા. મહાત્માગાંધીને ધ્યાન આ આવતા તેમણે સત્યાગ્રહને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડયું.કોંગ્રેસ સત્યાગ્રહની ઉપેક્ષા કરી તે મુર્ખામી હતું. ગાંધીજીના રાજ પરિવાર સાથે સંબંધો ઘરેલું હતા. તેમની વિરુધ્ધ જવું અનિવાર્ય મજબૂરી હતી.  વિરાવાળાએ અજમાવેલી યુકિતઓ ભારે મનોરંજક હતી.
કવી લક્ષ્મણ ભીલ નામના પ્રતિભાસંપન્ન પ્રૌઢને તેમણે નાણાને બળે રોકેલા, વકતવ્ય અને પઠનશૈલી પર પકકડ હોય આ કવિ બજારમાં લોકોને ભેગા કરી રાજયની પ્રસસ્તી કરતા. સત્યાગ્રહીઓને ઉતેજીત રાખવા યુવાન છોકરીઓનો ફાળો મહત્વનો, કેસરી સાડીમાં સજજ થઇ બહેનો પ્રભાતફેરીમાં ગીતો ગાતી નીકળી પડે, જે કેસરીયા કરવાના સુચક હોય. બજાર શરુ થતાં સાથે દારુ, જુગારના સ્થળો પર અહીંસક પીકેટીંગ કરવા પહોંચી જાય રઘુવીરપરા તે સમયે રાજયના રેલ્વેના પાટા પાછળ એક દારુની દુકાન આવેલી, ત્યાં બે સત્યાગ્રહી બહેનો પીકેટીંગ કરી રહી હતી. નાનો પ્રેક્ષકગણ પણ ભેગો થયેલો. એક અણીયાળી મુછોવાળો રજવાડી પોષાક પહેરેલો પુરુષ દારુ લેવા આવતા બન્ને બહેનોએ તેને રોકી દારુ ન ખરીદવા સમજાવ્યો. પેલા યુવાને બન્નેમાંથી વધુ સુંદર ક્ધયા તરફ લોલુપ નજરે જોઇ કહ્યું ? દારુ તો આ ઘડીએ છોડવા તૈયાર છું પણ મારી એક શરત છે ! બન્ને બહેનોએ ઉતર આપ્યો બોલો કઇ શરત છે ?
તમારે મને એક ચુંબન આપવું પડશે. બન્ને બહેનોએ ખચકાઇ આપશમાં સામે જોયું અને પેલી સુંદર ક્ધયા સામે આવી. જરુર પરંતુ તમારે એક સગી બહેન તરીકે લેવું પડશે ?
પેલા પુરુષને કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતીમાં લોકોને હુળીયા સાથે ભોઠા પડી ચાલી નીકળવું પડયું. લોકોએ તાળીઓ પાડી બન્ને બહેનોની બહાદુરીને બિરદાવી હતી. ગાંધીજીની આજ્ઞાથી અમદાવાદના મીલ માલિક સારાભાઇ પરિવારના મુદુલાબેન સારાભાઇ એ પણ જમૈયા સાથેની વેશભુષામાં ચોકે ચોકે સભાઓ ભરી હતી. પરંતુ તેમને ધરપકડમાંથી બાકાત રખાયા હતા. તેમણે રાજય પોલીસના ફોજદાર દેખાવડા લોહાણા યુવાન પોબારુ ને રાજયની નોકરી છોડાવી પોતાના સ્ટાફમાં ઉંચા પગારે રોકતા તે સમયે અનેક અફવાઓ જન્મી હતી. અલબત આ લડત શરુ કરનાર મુઠીભર લોકો અને તેમના દ્રષ્ટિકોણથી બહાર તેમના હાથમાંથી સરકીને વિવિધ સમિતિઓ હેઠળ કોંગ્રેસ દ્વારા હાઇજેક થઇ ચૂકી હતી. મણીબેન કસ્તુરબા, સરદાર વલ્લભભાઇ પટેલ અને ખુદ ગાંધીજીના ઝંપલાવવાથી લંડન અને વિશ્ર્વના તમામ છાપાઓમાં સત્યાગ્રહને પ્રસિધ્ધી મળતા ભારે ઉહાપોને અંતે વાઇસરોયે કાઠીયાવાડના પોલીટીકલ એજન્ટ ગીબ્સનને ઘટતું કરવા હુકમ આપ્યો. પરિણામે ગીબ્સને દિવાન વીરાવાળાને દિવાન પદેથી બરતરફ કરી રાજયોના હક્કો મર્યાદિત સમય માટે સસ્પેન્ડ કરી મેજર કેડલ નામના બાહોશ અધિકારીને રાજયના એડમીનીસ્ટ્રેટર તરીકે નિમણૂંક આપી સત્યાગ્રહને સુખાંત આપ્યો હતો.
– મહેશ સાગઠિયા
ભાવનગર સ્ટેટ હાઉસ
ત્રિકોણબાગ પાસે
રાજકોટ મો. 92747 77346

NO COMMENTS