રાજકોટમાં ઝડપાયું સ્પા સેન્ટર મસાજ ના નામે સેકસ રેકેટ (આસ્થા મેગેઝીને વાકેફ કર્યું હતું)

0
737

આસ્થા મેગેઝીને 3,જુલાઇના રોજ (http://aasthamagazine.com/spa-massage-parlor/)આસ્થા વેબ ન્યૂઝ પોર્ટલ ઉપર સમાજ માટે લાલબતી સમાન સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા ! અહેવાલ સમાજ માટે પ્રસિધ્ધ કરેલ કે અહેવાલમાં સંપૂર્ણ વિગતો આપી હતી કે કઇ રીતે ચલાવવામાં આવે છે સ્પા સેન્ટરો અને કઇ કઇ રીતે સેકસ રેકેટ નું નેટવર્ક હોય છે. જે સંપૂર્ણ સત્ય પૂરવાર થયું છે જેના ભાગરુપે રાજકોટ સહિત અન્ય શહેરોમાં હાઇપ્રોફાઇલ સ્પા સેન્ટરોના નામે સેકસ રેકેટો ચાલી રહ્યા છે. ત્યારે રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર સ્થિત હબીંગ બર્ડ અને બ્લૂમુન નામથી ચાલતા સ્પા સેન્ટરો ઉપર પોલીસે દરોડા પાડયા હતા. જેમાં હાઇ પ્રોફાઇલ સેકસ રેકેટ બહાર આવ્યું હતું. પોલીસે દરોડો પાડતા બહાર ની યુવતી થાઇલેન્ડ તેમજ અરુણાચલ પ્રદેશની 10 થી વધુ યુવતી અને 4 ગ્રાહકો ને રંગેહાથે ઝડપી પાડયા હતા. સ્પાના ઓઠા હેઠળ ચાલતા દેહવ્યાપારના ધંધા ચાલતા હોવાની ફરિયાદ આાસ્થા મેગેઝીન તેમજ પોલીસને અન્ય લોકોએ વારંવાર કરેલ હતી. ત્યારે પોલીસની જાગૃતતા ના કારણે દરોડો પાડી યુવતીઓને આ ધંધામાંથી મુકત કરાવી ગ્રાહકો સહિત અન્ય માલિકની ધરપકડ કરી હતી. દરોડામાં સ્પા સેન્ટરના માલિક તેમજ મેનેજરની પણ ધરપકડ કરાઇ હતી. વિદેશથી યુવતીઓને મસાજ કરવાના બહાને લાવવામાં આવતી હતી. ઉલ્લેખનિય છે કે, થોડો સમય બંધ રહ્યા બાદ અન્ય સ્પા સેન્ટરો પણ ચાલવા માંડશે અને રાજકોટમાં હજુ પણ ઘણા સ્પા સેન્ટરો માં જાખુબી ના ધંધા ચાલુ જ છે. આસ્થા મેેગેઝીને પોતાની વેબ ન્યુઝ પોર્ટલ દ્વારા સમાજને સંપૂર્ણ વિગતો થી વાકેફ કરેલ હતા. પોલીસ દ્વારા સક્રિય કામગીરી કરી આવા દૂષણો ને પકડી પાડયા હતા. આ તકે સમગ્ર પોલીસ ટીમ ને અભિનંદન પાઠવવામાં આવે છે પોલીસની જાગૃતતા અને સમાજ માં દૂષણો ને અટકાવવા માટે તાત્કાલીક કડક હાથે કામગીરી અને સમાજના દૂષણો ને દૂર કરવા બદલ રાજકોટ પોલીસને ધન્યવાદ..

NO COMMENTS