રામ મંદિર બનશે ત્યારે વિજયા દશમી ની ઉજવણી કરી ગણાશે.: ડો. તોગડિયા

0
263

રાજકોટ : વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રાજકોટ મહાનગરમાં વર્ષોથી રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ સૌથી ઉચામાં ઉંચુ રાવણનું પુતળું 52 ફુટ નું બનાવવામાં આવે છે. આ વર્ષે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પુતળાનું દહન કરી આતશબાજી કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં લોકો આ કાર્યક્રમ નિહાળવા પધારેલ
આ તકે વિ.હિ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડિયા પધારેલ તેમણે લોકોને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે : સર્જિકલ સ્ટ્રાઇક ને લઇને જણાવ્યું કે રામજન્મભૂમિ ઉપર જયારે રામ મંદિર બનશે ત્યારે લોકોએ સાચા અર્થમાં વિજયા દશમી ની ઉજવણી કરી ગણાશે.
પાક. આતંકીઓને નષ્ટ કરવા જરુરી છે. કાશ્મીરમાં ઘૂસેલા આતંકીઓનો સફાયો કરવો તે ભારત માટે અત્યંત જરુરી છે. ઉપરાંત દેશની અંદર ઘૂસેલા ગદદારો ને પણ નષ્ટ કરવા જોઇએ ત્યારે દેશમાં શાંતિનો માહોલ પેદા થશે. વિશ્વ કલ્યાણકારી સનાનત સંસ્કૃતિનો દિપ પ્રાગટય તે પહેલા આસુરી શકિતના નાશ માટે વિજયાદશમીના દિવસે રાવણ દહન તથા શસ્ત્રપૂજન કરી વિજયાદશમી ઉજવીએ છીએ

NO COMMENTS