વિહિપ-બજરંગદળ દ્વારા ઉરી હુમલામાં શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ

0
31

રાજકોટ : ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનોને આજે રાજકોટ ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના સંયુકત ઉપક્રમે એક શહીદોને શ્રધ્ધાંજલી અર્પવા શ્રધ્ધાસુમન નું આયોજન કરાયું હતું.
શહેરના અમરનાથ મહાદેવ મંદિર ગાર્ડન, આરએમસી વેસ્ટઝોન સામે, 150 ફૂટ રીંગ રોડ ખાતે આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકો થી લઇ સીનીયર સીટીઝનો એ શહીદોને પુષ્પાંજલી અર્પણ કરી હતી. સાથો સાથ બાળકોને પ્રેરણાત્મક અભિગમ અપનાવવા માટે સીનીયર સીટીઝનો દ્વારા બાળકોને શિક્ષણ આપ્યું હતું. તમામ ઉપસ્થિત લોકોએ મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. ગાર્ડનમાં કાયમી બેસતા ઓટલા બેઠક વાળા સિનિયર સીટીઝનોએ પણ અશ્વુભરી તેમજ યુવાનોએ પણ સાચા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પી હતી.
શહીદ 17 જવાનો માં બે ડોગરા રેજીમેન્ટ અને 15 બિહાર રેજીમેન્ટ ના અને ડોગરા રેજીમેન્ટ વાળા જવાન જમ્મુ કાશ્મીર ના રહેવાશી હતા. જયારે બિહાર રેજીમેન્ટ ના શહીદ જવાનો માં 4 યૂપી, 3 બિહાર, 3 મહારાષ્ટ્ર, 2 ઝારખંડ, 2 પ.બંગાળ, 1 રાજસ્થાન ના જવાનો હતો. ઘાયલ થયેલા જવાન પણ જુદા જુદા વિસ્તારના હતા.
શહિદ થયેલા જવાનો
1- સુબેદાર કરનૈલ સિંહ : બિશના, જમ્મુ
2- હવાલદાર રવિપાલ : સાંબા-જમ્મુ
3- સિપાહી રાકેશ સિંહ- કૈમુર-બિહાર
4- સિપાહી જાવરા મુંડા- ખૂંટી-ઝારખંડ
5- સિપાહી નાયમન કુજુર-ગુમલા-ઝારખંડ
6- સિપાહી એ કે જનરાવ- અમરાવતી-મહારાષ્ટ્ર
7- હવાલદાર એનએસ રાવત- રાજસદમંદ-રાજસ્થાન
8- સિપાહી ગણેશ શંકર- સંત કબીર નગર,યુપી
9- નાયક એસ કે વિદ્યાર્થી- ગયા-બિહાર
10-સિપાહી વિશ્ર્વજીત ગોરાઇ- પરગના-પ.બંગાલ
11- લાંસ નાયક જી શંકર- સતારા-મહારાષ્ટ્ર
12-સિપાહી જી દલાઇ-હાવડા-પ.બંગાળ
13-લાંચ નાયક આરકે યાદવ-બલિયા-યુપી
14- સિપાહી હરિંગર યાદવ- ગાજીપુર-યુપી
15-સિપાહી ટીએસ સોમનાથ- નાસિક-મહારાષ્ટ્ર
16- હવાલદાર અશોકકુમાર-ભોજપૂર-બિહાર
17- સિપાહી રાજેશકુમાર-જૌનપુર-યૂપી

કાર્યક્રમમાં બજરંગદળ-ગુજરાત પ્રાંતના હરેશભાઇ ચૌહાણ તથા વિહિપ ના કૃણાલભાઇ વ્યાસ-વિભાગ મંત્રી, ઉપરાંત કાર્યકરોએ હાજરી આપી શહીદોને સાચા અર્થમાં શ્રધ્ધાજલી અર્પણ કરી હતી.

NO COMMENTS