સ્પર્શ ના સ્પંદન : વિરાણી હાઇસ્કૂલ રાજકોટ

0
110
rajkot virani high school annual founction-2017
rajkot virani high school annual founction-2017

રાજકોટ : તા. 26 એપ્રિલના રાજકોટની પ્રતિષ્ઠિત વિરાણી હાઇસ્કૂલ નો ઉડાન વાર્ષિકોત્સવ ઉજજવળ પરંપરાને સાર્થક કરવા એક કાર્યક્રમ શહેરના હેમુગઢવી હોલ ખાતે યોજાયો હતો. સાથો સાથ વિરાણી સ્કૂલ પ્રકાશિત સ્પર્શના સ્પંદન બુકનું વિમોચન કરાયું હતું.

virani high school rajkot
virani high school rajkot

કાર્યક્રમનો પ્રારંભ બાપા મોરીયા થી કરવામાં આવી હતી. સાથો સાથ સકસેસ થીમ ટુકડો પે બિખરા અંધેરા સુલતાન, રાસ ગુજે ગગન ગુંજે (ગોડ મધર ), સાડા હક (ભ્રષ્ટાચાર થીમ), ભગવાન હે કહા તું (એજયુકેશન થીમ),લાઠી દાવ, ભલા બુરા, ઇનામ વિતરણ, શિવ થીમ, ચાર્મી મેમ તથા ટીમ સરપ્રાઇજ, એમ.એસ. ધોની થીમ, તબલાવાદન, ફની ડાન્સ, બોલીવૂડ તડકા, રાષ્ટ્રગીત જેવા વિવિધ પાત્રો દ્વારા આબેહૂબ દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે વિરાણી હાઇસ્કૂલ પરિવાર તેમજ આચાર્ય શ્રી હરેન્દ્રસિંહ ડોડીયા એ તમામ મહેમાનો તેમજ વાલીગણનો આભાર વ્યકત કર્યો હતો. કાર્યક્રમમાં વિરાણી હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

virani high school rajkot
virani high school rajkot

બુક વિમોચન પ્રસંગે :

દેવાંગભાઇ માંકડ, કિશોરભાઇ રાઠોડ, મનિષભાઇ ભટ્ટ, બિપીનભાઇ પુજારા, ચિરાગભાઇ ધામેચા, અતુલભાઇ કારીયા, હર્ષદભાઇ જોષી, પ્રદ્યુમનસિંહ ઝાલા, અરુણભાઇ સુરાણી, સંજયભાઇ પંડયા,કિશોરભાઇ ભાલોડિયા, નરેન્દ્રસિંહ ડાભી, લિલાભાઇ કડછા તેમજ વાલીગણ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, પુસ્તક પ્રકાશિત કરવાનો શાળાનો હેતુ બાળકોમાં વાંચન પ્રત્યે ઋચી વધે તેમજ માધ્યમોમાંથી આવતી અભિવ્યકિતઓમાંથી વિશેષ કૃતિઓને સમાવેશ કરી માનવજીવનને હૃદય સ્પર્શે તેવા ઉચ્ચ ઉદેશ્યથી આ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં ભગવાન સાથે નો સંવાદ,આપણી અપેક્ષા, પાપમુકત જીવન, સાચું મૃત્યુ, પૈસા કે સંબંધો વગેરે જેવા વિષયોનો સમાવેશ કરી આ અતિ મૂલ્યવાન પુસ્તકનું વિમોચન કરાયું હતું.

virani high school rajkot
virani high school rajkot

NO COMMENTS