વિરાણી હાઇસ્કુલનું ગૌરવ : છાત્રો એથ્લેટિકસમાં રાજયકક્ષાએ પસંદગી

0
138

રાજકોટ : શહેર રમત ગમત અધિકારી કચેરી અને સ્પોર્ટસ ઓથો. ઓફ ગુજરાત દ્વારા આયોજિત શાળાકિય રમતોત્સવ જિલ્લાકક્ષાએ રાજકોટની વિરાણી હાઇસ્કુલ-ગ્રાન્ટેડ ના ધો. 12 કોમર્સ ના વિદ્યાર્થી, પ્રિતેશ ટાંકે 400 મીટર હર્ડલ્સમાં પ્રથમ તથા 10 હજાર મીટર (10 કિ.મી.) માં દ્વિતીય નંબર મેળવી રાજયકક્ષાની સ્પર્ધામાં પસંદગી પામેલ છે. તેમજ ધો. 9 ના વિદ્યાર્થી નવાઝ શિરમાન 400 મી. દોડ જિલ્લાકક્ષાએ પ્રથમ તથા 110 મીટર હર્ડલ્સમાં દ્વિતીય નંબર મેળવી વિરાણી શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. જે બદલ વિરાણી હાઇસ્કૂલના પ્રિન્સિપાલ એચ.એલ. ડોડિયા, પ્રમુખ જયંતભાઇ દેસાઇ તથા મંત્રી શ્રેયસભાઇ વિરાણીએ અભિનંદન પાઠવેલ છે. આ વિદ્યાર્થીઓને શાળાના સ્પોર્ટસ ટીચર જી.બી. હિરપરા તથા યોગવીર ડાંગરે તાલીમ આપેલ હતી.

NO COMMENTS