ભાઇ-બહેનનો પ્રેમનો પર્વ રક્ષાબંધન

0
322

ભારતીય સંસ્કૃતિના ધર્મશાસ્ત્રકારો તો સૂતરના તાંતણામાં પણ કશુંક રહસ્ય ગૂંથાઇ છે આવા તંતુ ભેગા કરી જે રક્ષાસૂત્ર કે જનોઇ સૂત્ર રચાય અને તો અદભૂત શકિત રાખડી અને જનોઇ તો રક્ષણ પ્રેમ અને વિદ્યાનો અમર સંદેશ આપે છે. હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતો પર્વ એટલે રક્ષા બંધન જે તહેવારમાં બહેન પોતાના ભાઇની રક્ષા માટે રાખડી બાંધે છે. પ્રેમનો રંગ લાલ મનાયો છે. તે માટે જનોઇનું શ્ર્વેતસુત્રતો વિદ્યાબળ બ્રહ્મતેજનું પ્રતિક છે. ઉંચા ખ્યાલથી આપણા મહર્ષિ અને ઋષિઓએ શ્રાવણી પૂર્ણિમાનો તહેવાર બનાવ્યો છે. રક્ષાસૂત્ર અતૂટ બંધન બની રહે છે. રક્ષા કવચ જેવા કવચ સ્ત્રોતનો પાઠ કરીને શરીરના સર્વ અંગોની રક્ષા કરવા માટે જેમ કોઇ દેવી દેવતાની પ્રાર્થના કરાય છે. તેમ રાખડી બાંધીને બંધાવીને ભાઇ બહેન, નર નારી, કે પૂરોહિત યજમાન એકબીજાનું રક્ષણ કરવાની જાણે પ્રતિજ્ઞા લે છે. રાષ્ટ્રીય તહેવાર રાષ્ટ્રના પ્રતિજ્ઞા લે છે. રાષ્ટ્રીય તહેવારે રાષ્ટ્રીય સિમા ચિહ્ન સમા ધ્વજને ફરકાવીને જાણે પ્રતિજ્ઞા લે છે. શ્રાવણી પૂર્ણિમાએ કોઇપણ ભાઇ બહેન કોઇપણ પુરુષ બહેન કે સ્ત્રી હાથમાં રાખડી બંધાવીને એની જીવનભર રક્ષણનું જાણે વ્રત લે છે.
પર્વનો સાચો અર્થ સમજીએ તો પ્રેમ અને કરુણા સમાજમાં આવી જાય અને વેરઝેરનો નાશ થાય.અને વેરઝેરને બદલે કુટુંબની ભાવના પેદા થાય છે. પ્રેમના પ્રતિક સમાન રક્ષા બંધનના તહેવારમાં ભારત દેશમાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. જે પરંપરા આદિ કાળથી ચાલી આવી રહી છે. શ્રાવણી પૂનમે દેવરાજ ઇન્દ્રે દેવી ઇન્દ્રાણી પાસે રક્ષા પોટલી બંધાવીને રાક્ષસ સેના ઉપર આક્રમણ કરીને વિજય મેળવેલો. ત્યારથી રક્ષાબંધનનો તહેવાર મનાવા લાગ્યો. એવી પુરાણ કથાઓ છે. વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી પોતાના જ ભકત રાક્ષસ રાજુ બલિને બાંધીને પોતાળ લોકમાં ધકેલી દીધેલો. એ બલિબંધનના આધારે આ પર્વ બળેવ તરીકે પણ ઓળખાય છે. એક વખત શ્રી કૃષ્ણ દ્રૌપદિ તથા બીજી રાણીઓ સાથે ફરતાં હતા એક વાડીમાં પ્રવેશ્યા જયાં શેરડીને વાડીમાં લહેરાતી જોઇને ભગવાનને શેરડી ખાવાની ઇચ્છા થઇ હતી. તે જોઇને સૌ કોઇ રાણીઓ ગભરાઇ ગઇ અને આંગળીએ પાટો બાંધવા ચીર શોધવા લાગી. પરંતુ દ્રૌપદિને તરત જ પોતાનું પહેરેલ વસ્ત્ર સાડીમાથી ચીથરું ફાડીને શ્રીકૃષ્ણની આંગળીએ બાંધી દઇને લોહી વહેતું બંધ કર્યું ત્યારે ભગવાને દ્રૌપદિને પોતાની બહેન માની હતી. રક્ષાબંધનના પર્વ પાછળ આ પણ એક માન્યતા આપણા પૌરાણિક ગ્રંથોમાં છે. કજિયા, કંકાસ, વિગ્રહ કોમવાદ, અને વૈમનસ્યના શ્યામ માર્ગેથી પ્રણય, પ્રેમ, પ્રિતી, અને સુમેળના રંગભર્યો માર્ગે પ્રસ્થાન કરવાની અને પરસ્પરનું રક્ષણ કરવાની પ્રેરણા રક્ષાસૂત્ર આપે છે. પુરાણોમાં રક્ષાબંધનનો મહિમા ગાતા કહ્યું છે કે રક્ષાબંધન જય કરનાર, સુખ આપનાર પુત્ર આરોગ્ય, ધન આપનાર અને સર્વ વાતે રક્ષણ કરનાર છે. શ્રાવણી નાળિયેરી પૂર્ણિમા તો યજ્ઞોપવિતના સંસ્કારનો પણ પવિત્ર દિવસ છે. આ મંગલપર્વે બ્રાહ્મણો નદિ કિનારે જનોઇ બદલાવે છે. યજ્ઞોપવિત સંસ્કારથી માણસ સાચો બ્રાહ્મણ બને છે. જનોઇ ધારણ કરીને એટલે વૈદિક વિચારધારા પ્રમાણે વિદ્યા, બુધ્ધિ અને પ્રતિભાની દીક્ષા લેવી. એ માટેનો દ્રઢ સંકલ્પ કરવો. પરંતુ સમય સાથે બદલાવ પણ આવી ગયો છે. શહેરી વિસ્તારોમાં નદી કે તળાવો હોતા નથી. જેથી કરીને બ્રાહ્મણો પોતાના ઘરે અથવા સમૂહમાં જનોઇ બદલાવાના કાર્યક્રમો કરે છે. અને અમુક સમયે સમય સાથે બદલાવ જરૂરી છે. તેથી જ રક્ષાબંધનની સાથે ઘણા બદલાવો આવી ગયા છે. અત્યારે માર્કેટમાં ચાઇનીઝ રાખડીઓ પણ આવી ગઇ છે. અને જુદા જુદા પ્રકારની વિવિધ ડેકોરેટીવ રાખડીઓને ક્રેઝ પણ વધી ગયો છે. રૂદ્રાક્ષની રાખડી, ચાંદીની રાખડી, ઓમની રાખડી જેવી વિવિધ પ્રકારની રાખડીઓની બજારમાં ખરીદી વધારે પડતી જોવા મળે છે. સમય પ્રમાણે અત્યારે અંતર વધી ગયા હોવાથી બહેન પોતાના ભાઇ સુધી રાખડી બાંધવા જઇ શકતી નથી. માટે પોષ્ટ, કુરીયર દ્વારા અગાઉથી રાખડી મોકલી આપતી હોય છે. તેના બદલામાં ભાઇ મનીઓર્ડર કરી આપે છે. આ સમય દરમિયાન પોષ્ટ ખાતામાં રાખડીઓના કવરનો ભરાવો થાય છે. માત્ર ભારતમાં જ નહિં પરંતુ દરિયાપારના દેશોમાં પણ રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવે છે. જયારે ભારતમાં જાહેર રજા રાખવામાં આવે છે. હિન્દુ પરંપરા મુજબ રક્ષાબંધન એટલે ભાઇ બહેનના સંબંધને બાંધતી એક કડી છે.

NO COMMENTS