પૂ. શ્રી રમેશભાઇ ઓઝા : ભગવાન થી ડરે તેને બીજો કોઇ ડરાવી શકે નહીં

0
49
rameshbhai oza bhagvat saptha
rameshbhai oza bhagvat saptha

(સંકલન : નટવરભાઇ આહલપરા)

રાજકોટ : શહેરમાં જાણે એક ધાર્મિકોત્સવ નો માહોલ છવાયો છે ત્યારે પંચનાથ ધામ, રેસકોર્સ ખાતે પૂ. શ્રી રમેશભાઇ ઓઝા ના વ્યાસાસને ચાલી રહેલ ભાગવત કથા અંતર્ગત
તા. 18-05- 2017 ના પ્રથમ દિવસે :
પંચનાથ મંદિરેથી પોથી યાત્રા વાજતે ગાજતે બગી સાથે હજારો ભાવિકો જોડાઇ કથા નો પ્રારંભ થયો હતો. કથા પૂર્વે ભાઇશ્રીએ પોથીને અને વ્યાસપીઠ ને સાક્ષાત દંડવત કરી કથાનો પ્રારંભ કરાયો હતો. પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા અતિ સુંદર વ્યવસ્થા દ્વારા કથા માં દરરોજ હજારો ભાવિકો કથાનું રસપાન કરી રહ્યા છે.
ભાઇશ્રી ઉવાચ : મન બુધ્ધિ અને અહંકાર હોય તે અષ્ટધા પ્રકૃતિ છે.
શરીર બદલાતું હોય છે. પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે.
સમાજમાં સંવેદના બધિર બની ગયો છે. ડૂબતા માણસને બચાવવાને બદલે મોબાઇલમાં વિડિયો ઉતારીએ છીએ
ઉંમર શરીરને હોય, અંદરના ચૈતન્યને નહીં. મંદિર જુનું થાય તો તેનો ર્જીણોધ્ધાર કરવો પડે. મહાદેવની ઉંમર ન હોય, એ અનાદી અજન્મા અને મૃત્યુંજય છે.

તા. 19-0પ-2017 બીજા દિવસે :

ભાઇશ્રી ઉવાચ : રામરાજય છે પણ રાજાથી લઇ આમ પ્રજા અણીશુધ્ધ બને તો રામરાજય જ છે.
કોઇને દુભાવશો નહિં : કર્મનું અશુભ શુભ ફળ ભોગવવું જ પડે છે.
આપણું પ્રત્યેક કર્મ કર્મ જ નહિં પ્રત્યેક વિચાર પણ પરમાત્માની નજરમાં છે. કંઇ એનાથી છુંપું નથી એટલે એને અંતર્યામી કહીએ છીએ.
જે ભગવાનથી ડરતો હોય એને બીજો કોઇ ડરાવી શકે નહીં.
બીજા દિવસે કથા ના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજયના સી.એમ. વિજય રુપાણી ઉપસ્થિત રહ્યા હતા.

NO COMMENTS