રેશ્મા પટેલ : EVM મામલાની અરજી માં SC દ્વારા સરકાર-ચૂંટણીપંચને નોટીસ

0
224
rashma patel about evm matter suprim court
rashma patel about evm matter suprim court

ગુજરાત રાજયમાં આવનારી 2017 માં ચૂંટણી સંદર્ભે ચૂંટણી બેલેટ પેપર દ્વારા યોજવા સામે પાટીદાર મહિલા ક્ધવીનર રેશ્મા પટેલે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ કરી હતી જે કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. બાદમાં રેશ્મા પટેલે સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયારી દેખાડી હતી. જાણીતા વકિલ કપિલ સિબ્બલ દ્વારા આ અરજીને સુપ્રીમ કોર્ટમાં ચલાવવામાં આવી હતી. આ અરજીને કોર્ટ ભારત ગુજરાત સરકાર, ભારતી અને ગુજરાત ચૂંટણી પંચ, ભારત ઇલેકટ્રોનીકસ લી. ઇલેકટ્રોનિકસ કોર્પો ઓફ ઇન્યિાને નોટિસ આપી હતી.
આ મામલાની સુનવણી જુલાઇ માં હાથ ધરવામાં આવશે. કોર્ટ દ્વારા નોટીસની સાથે ખુલાસો પણ માંગ્યો છે. તે બાબતે રેશ્મા પટેલે જણાવ્યું કે આ અરજી હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવાઇ હતી. ત્યારે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ ડગી ગયો હતો. પરંતુ જયારે સુપ્રીમ કોર્ટે આ અરજીને ધ્યાને લઇને ભારત અને ગુજરાત સરકાર, ભારતીય અને ગુજરાત ચૂંટણી પંચ, ભારત ઇલે. લી. ઇલેકટ્રોનિકસ કોર્પો. ઓફ ઇન્ડિયા ને નોટીસ આપી આ બાબતનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. ત્યારે ન્યાયતંત્ર પરનો વિશ્વાસ વધુ થયો છે.

(સુત્રોમાંથી )

NO COMMENTS