વિશ્વ હિંદુ પરિષદ-બજરંગદળ દ્વારા રાવણદહન કાર્યક્રમ

0
137

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રાજકોટ મહાનગરમાં વર્ષોથી રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ સૌથી ઉચામાં ઉંચુ રાવણનું પુતળું બનાવવામાં આવેલ છે. આ વર્ષે પણ વિ.હી.પ બજરંગદળ દ્વારા તા. 11 ઓકટોબર 2016 ના રોજ રેસકોર્સ મેદાનમાં ભવ્ય આતશબાજી કરી રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરી કાર્યક્રમ યોજવામાં આવશે. તેમજ આ વખતે આ કાર્યક્રમમાં સંતોના આશિર્વચન રહેશે. તેમજ ડો. પ્રવિણભાઇ તોગડિયાનું માર્ગદર્શન નીચે તમામ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
સૌના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દિવાળી એ બારતની વિશ્વ કલ્યાણકારી સનાનત સંસ્કૃતિનો દિપ પ્રાગટય તે પહેલા આસુરી શકિતના નાશ માટે વિજયાદશમીના દિવસે રાવણ દહન તથા શસ્ત્રપૂજન કરી વિજયાદશમી ઉજવીએ છીએ જેમાં સૌ નાગરિકોએ સહ પરિવાર હાજર રહી વિજયા દશમી ઉત્સવ મનાવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં મુખ્ય વકતા : ડો. પ્રવિણભાઇ તોગડિયા રહેશે.
તારીખ : 11-10-2016
સ્થળ : રેસકોર્સ મેદાન, રાજકોટ
સમય : સાંજે 7 કલાકે

NO COMMENTS