કલકતા વનડેમાં રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ

0
164
Ravindra Jadeja achievement
Ravindra Jadeja achievement

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કલકતા ના ઐતિહાસિક ઇડન ગાર્ડન મેદાન ખાતે ત્રણ મેચોની વનડે શ્રૃંખલા ના અંતિમ મેચમાં રવીન્દ્ર જાડેજાએ વનડે ક્રિકેટમાં ખાસ ઉપલબ્ધિ હાંસીલ કરી છે.
જાડેજાએ ઇંગ્લેન્ડના બલ્લેબાજ સૈમ બિલિંગ્સ ને પોતાના શિકાર બનાવ્યો હતો. આ વનડે ક્રિકેટમાં તેનો 150 વિકેટ છે. અને તે આ ઉપલબ્ધિ હાંસિલ કરનાર ભારતના પહેલા લેફટ આર્મ સ્પિનર બન્યો છે.
ઉલ્લેખનિય ચે કે તે પછી જબરજસ્ત બેટિંગ કરી રહેલ જેસન રોય ને બોલ્ડ કરી બીજી ઇનીંગમાં બીજા તથા વનડેમાં 151 મો શિકાર કર્યો.
રવિન્દ્ર જાડેજાએ પોતાના 129 માં વનડેમાં આ ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી છે. 8 ફેબ્રુઆરી 2009 માં કોલંબો માં શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય વનડે કેરીયરની શરુઆત કરી હતી. જાડેજા તે ઉપરાંત 25 ટેસ્ટ અને 39 ટી 20 મેચો માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS