17 એપ્રિલે રવિન્દ્ર-રિવાબા પ્રભુતામાં પગલાં માંડશે

0
2889
ravindra jadeja marage date-invitation

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજા અને રિવાબા તા. 17 એપ્રિલના રોજ પ્રભુતામાં પગલાં પાડશે. આ તકે રવિન્દ્ર જાડેજાના કુટુંબીજનો તેમજ રવિન્દ્ર જાડેજા એ સૌ પ્રથમ કંકોત્રી તેમના કુળદેવી શ્રી આશાપુરા માતાજી (કચ્છ) ને હરખનાં તેડાં કંકોત્રી લખી કંકોત્રી આમંત્રણ આપવાનો પ્રારંભ કર્યો હતો. ખાસ લગ્ન સમારંભ ભવ્યતિભવ્ય યોજવામાં આવશે. જેમાં સ્ટાર ક્રિકેટરો પણ હાજરી આપવાની સંભાવના છે. આ માટે રાજકોટની ઘણી હોટલો પણ બુક કરવામાં આવી છે. લગ્ન સમારંભ રાજકોટના કાલાવડ રોડ ખાતે આવેલા હોટલ સિઝન્સ ખાતે યોજાશે. સવારે 10.00 કલાકે હસ્તમેળાપની વિધિ નિર્ધાર કરેલ છે. સુરક્ષા અને ટ્રાફિકની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખીને કંકોત્રી સાથે રાખવી તેવું પણ ઉલ્લેખ કરાયો છે. હાલમાં જ રવિન્દ્ર જાડેજાને તેમના સસરા તરફથી ઓડી-કયુ-7 લગ્નની ગીફટ આપવામાં આવી છે. હાલમાં રવિન્દ્ર જાડેજા ચર્ચાનો વિષય બન્યા છે.

(તસ્વીર : પીના કોટક)

NO COMMENTS