રવિન્દ્ર જાડેજા ને ત્યાં લગ્નના ઢોલ ઢબૂૂકયા..

0
1218

ravindra jadeja-weeding

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના લગ્નની શરણાઇઓ વાગી ચૂકી છે અને લગ્ન રશમ ની તૈયારી ચાલી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી રવિન્દ્ર જાડેજા આવતી કાલે હસ્તમેળવાપ વિધિ યોજાશે. ત્યારે ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્નપૂર્વની વિધિ ઓ કરવામાં આવી રહી છે ત્યારે દાંડિયારાસ, મહેંદી રશમ વગેરે વિધિ રિવાબા ને ત્યાં યોજાઇ હતી. લગ્ન સંપૂર્ણ રજવાડી સ્ટાઇલથી યોજવામાં આવેલ છે. ત્યારે રાજકોટના કાલાવડ રોડ સ્ેિથત હોટલ સિઝન્સ અને હોટલ ઇમ્પિરીયલ ખાતે પ્રસંગ યોજાશે. લગ્નની બન્ને પરિવારો દ્વારા સંપૂર્ણ તૈયારી થઇ ચૂકી છે. ત્યારે હસ્ત મેળાપ, મંડપમૂહર્ત તા. 17 એપ્રિલના રોજ સવારે 10.00 કલાકે યોજાશે. સામા પક્ષે એટલે કે રિવાબા પરિવાર તરફથી હોટલ ઇમ્પિરીયલ પેલેસ બુક કરવામાં આવી છે. ત્યાં વેલ આવશે અને બાકિની વિધિ ત્યાં કરાશે. બાદમાં બધો કાર્યક્રમ હોટલ સિઝન્સ ખાતે યોજાશે. લગ્નને લઇને બન્ને પરિવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલાંજ રવિન્દ્ર જાડેજાએ ઓડિ-કયુ,7 ની ખરીદી કરી હતી. ઉપરાંત લગ્નસમારંભ માં ઘણી હસ્તીઓ તેમજ ક્રિકેટરો હાજરી આપે તેવી શકયતાઓ છે.

NO COMMENTS