રવિન્દ્ર-રિવાબા લગ્નગ્રંથી થી જોડાયા

0
541

આજે રાજકોટ ખાતે સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને રિવાબા ના શુભલગ્ન નિરધારેલ છે ત્યારે ગઇકાલ થી પ્રસંગોની વણઝાર ચાલુ થઇ હતી. ગઇકાલે પીઠી, ચાંદલા વિધિ, ઉપરાંત વેલ પ્રસ્થાન , વેલનું સામૈયું વગેરે કાર્યક્રમો યોજાયા હતા જયારે આજે મંડપમૂહર્ત બાદ હસ્ત મેળાપ વિધિ યોજાઇ રહી છે ત્યારે આજે શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લગ્ન સમારંભ દરમિયાન તલવાર દાવ, ધોડા, શણગાર, તમામ ક્ષત્રિયો તેમજ નિમંત્રકો સાફામાં સજજ થઇ જોડાયા છે. કાલાવડ રોડ સ્થિત હોટલ સિઝન્સ માં આજે સંપૂર્ણ રજવાડી સ્ટાઇલથી લગ્નસમારંભ યોજાઇ રહ્યો છે. સંપૂર્ણ લગ્ન સમારંભ દરમિયાન રજવાડી સ્ટાઇલ અને થીમ ઉપર ગોઠવણી કરાઇ છે. આજે હોટલ સિઝન્સ અને ઇમ્પિરયલ ખાતે તમામ લગ્નવિધિ યોજાઇ છે. રવિન્દ્ર જાડેજા આજે પોતે હમણાં જ ખરીદેલી ઓડી કાર માં સવાર થઇ લગ્ન પહેલાં તેણે પીળા કલરના સાફો બાંધ્યો હતો. તેમજ ગળામાં ફલની માળા પહેરી હતી. હાથમાં ક્ષત્રિય પરંપરા મુજબ તલવાર રાખી હતી. રજવાડી ઠાઠથી ઘોડી પર બેસી ફૂલેકું નીકળ્યું હતું. તેમજ જાડેજા પરિવાર દ્વારા હવામાં ફાયરીંગ પણ કરવામાં આવ્યા હતા. રિવાબાનું સામૈયું કરવામાં આવ્યું હતું. હાલમાં લગ્ન વિધિ પૂર્ણ થઇ અને ભોજનસમારંભ ચાલુ છે.લગ્નસમારંભ માં ઘણી હસ્તી ઓ હાજર રહ્યા હતા.

NO COMMENTS