આજે રવિપુષ્ય નક્ષત્ર : સોના ની ખરીદી

0
114

આજે રવિવારે યોગાનુ યોગ રવિપુષ્યનક્ષણ રવિવારે હોવાના કારણે તેનું મહત્વ વધારે છે. લોકો આજના દિવસે સોનું ખરીદવું શુકનવંતુ માને છે ત્યારે સોની બજારમાં ધરાકી જોવા મળશે તેમજ આજે જવેલર્સો દ્વારા સોનાના ઘડામણમાં તેમજ અન્ય ડિસ્કાઉન્ટ તેમજ સ્કીમો પણ મુકવામાં આવી છે. શાસ્ત્ર મુજબ રવિપુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદવું જોઇએ. સાથો સાથ થોડા સમય થી ગોલ્ડ માર્કેટમાં ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. ત્યારે આજે લોકો રવિવાર સાથે હોવાથી બજારમાં સોનાની ડિમાન્ડ નીકળે તેવી શકયતાઓ દર્શાવી હતી. આજે લોકો ઘરમાં તેમજ પોતાના ધંધાના સ્થળે લક્ષ્મીપૂજન કરે છે. આજે રાત્રીના 8.39 મિનિટ સુધી રવિપુષ્ય નક્ષત્ર યોગ જાણવા મળ્યો છે. આ નક્ષત્રમાં કરાયેલા દરેક કાર્ય શુભ ગણાવામાં આવે છે. અને ફળદાયી નીવડે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS