Reliance jio સીમકાર્ડના કાળાબજાર !

0
162

હાલમાં ઇન્ટરનેટ યુગ છે ત્યારે તાજેતરમાં લોન્ચ કરેલ રિલાંયસ જીયો દ્વારા વિવિધ સ્કીમો અપાઇ રહી છે ત્યારે બીજી કંપની કરતા સસ્તું અને 4 જી આપતા રિલાંયસ જીયો ના સીમકાર્ડ બાબતે માર્કેટમાં ડિમાન્ડ નીકળતા મોબાઇલ સીમકાર્ડ વિક્રેતા તેમજ ડિલર ડિસ્ટ્રીબ્યુટર દ્વારા સિમકાર્ડ ની કિંમત કરતા વધુ ભાવ અને બ્લેકમાં વહેંચાતા હોવાના સમાચાર જાણવા મળ્યા છે ત્યારે સીમકાર્ડ ના ભાવ રૂ. 350 થી લઇને 1000 રૂ. સુધી માં બારોબાર બ્લેક માં વહેંચાઇ રહ્યા છે. લોકો રીલાંયસ જીયો કાર્ડ લેવા માટે લાંબી લાઇનો માં ઉભા રહે છે છતાં પણ સિમકાર્ડ ઉપલબ્ધ થતા નથી.

આ ડિમાન્ડ ને જોઇ વિક્રેતા દ્વારા અને ઓથોરાઇઝડ દ્વારા એજન્ટ રોકી સીમના કાળાબજાર કરવામાં આવી રહ્યા ની ફરિયાદો ઉઠી છે. આ બાબતે રિલાંયસ કંપની એ ચૂપકીદી સેવી છે અને કોઇપણ જાતના રોકટોક વગર સીમના કાળાબજાર કરવામાં પ્રોત્સાહીત કરાઇ રહ્યા છે. લોકો એક હજાર રૂપિયા આપીને પણ સીમકાર્ડ ખરીદી રહ્યા છે. સીમનો ભાવ જેવી ઉતાવળ અને જેવી જરુરીયાત મુજબ ના ભાવો તોડવામાં આવી રહ્યા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS