Reliance Jio ટેલીકોમ ક્ષેત્ર માં ક્રાંતિ

0
133

ટેલીકોમ ક્ષેત્ર માં ક્રાંતિ લાવતા રિલાંયસ ઇન્ડસ્ટ્રીઝ ના ચેયરમેન મુકેશ અંબાણીએ ગણકાલે જાહેરાત કરી રિલાંયસ જીયો બજારમાં તા. 5 સપ્ટેમ્બર થી પ્રારંભ કરશે. અને શરુઆતમાં આમંત્રીત દરો થી લોન્ચ કરશે. તે યોજના અંતર્ગત તેમના ગ્રાહકોને મફત વોયસ કોલિંગ, દેશભરમાં મફત રોમીંગ અને સસ્તા દરના ડેટા ઉપલબ્ધ થશે. રિલાંયસ ઇન્ડસ્ટ્રીઝ ની વાર્ષિક સભામાં પોતાના દોઢ કલાકના સંબોધનમાં અંબાણી એ વધુ સમય જીયો સંદર્ભે વાત કરી હતી. રિલાંય જીઓ મફત સેવા આપવાનું ચાર મહીના સુધી ની ઘોષણા કરી હતી. જીયો ગ્રાહક માટે વેલકમ ઓફર ની ઘોષણા કરી હતી.
વોયસ કોલિંગ જીયો ઉપર લાઇફ ટાઇમ મફત રહેશે અને 31 ડિસેમ્બર પછી કંપની ડેટા ના દસ પ્લાન રજૂ કરશે. આ પ્લાનો માં એક દિવસના પ્લાન પણ હશે. ઉપરાંત 149 નો પ્લાન પણ હશે. આ કંપની દેશની ચોથી 4જી સેવા આપનાર હશે. અંબાણીએ જણાવ્યું કે ગ્રાહકો વોયસ કોલ અથવા ડેટા માં ગમે તે એકનું ચૂકવણું કરવું જોઇએ. દુનિયાભરની કંપની ફકત ડેટા માટે પૈસા ચૂકવે છે. વોઇસ કોલ મફત હોય છે. જીયો ના ગ્રાહકો માટે વોઇસ કોલ બિલકુલ મફત હશે. તેમણે 10 કરોડ ગ્રાહકો બનાવવાનું લક્ષ્ય છે. હાલમાં જે ડેટા પ્લાન છે તે 1 જીબી 250 માં ઉપલબ્ધ છે. દેશભરમાં 10 લાખ વાઇફાઇ હોટસ્પોટ ઉભા કરાશે.
(સુત્રોમાંથી)

 

NO COMMENTS