ભારતની શાન : સિંધૂ-સાક્ષી, દિપા-ગોપીચંદનું સચિને કર્યું સન્માન

0
65

રિયો ઓલંપિક માં પોતાનું બેહતરીન પ્રદર્શન કરનાર અને દેશનું નામ રોશન કરનાર સ્ટાર શટલર પીવી સિંધૂ, મહિલા પહેલવાન સાક્ષી મલિક અને જિમ્નાસ્ટ દીપા કર્માકર સહિત બેંડમિંટન કોચ ગોપીચંદ ઉપર સન્માન અને પુરસ્કાર ના ઘોઘ વહ્યા હતા. આ ચારેય ને મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે હૈદ્વાબાદ ખાતે બૈંડમિંટન સંઘ ના અધ્યક્ષ તરફથી બીએમડબ્લયુ કારની ચાવી અર્પણ કરાઇ હતી.
ગોપીચંદ એકેડમી માં આ કાર્યક્રમમાં રિયો ઓલંપિક માટે ભારતીય દળ ના બ્રાંડ એમ્બેસેડર સચિન તેંડુલકરે રિયો ઓલંપિક માં આ ખેલાડીઓની પ્રશંસા કરી જણાવ્યું કે ભારતીય ખેલો માટે એક શાનદાર ક્ષણ છે. અહીંયાથી એક નવી સફરનો પ્રારંભ થયો છે. અને આપણી આ સફર રોકાશે નહીં.
આપણે બધા આ પ્રગતીની સફર ના ભાગીદાર બનીશું. ગોપીંચદ ના માર્ગદર્શન માં સિંધૂ ઓલંપિક માં રજત ચંદ્રક જીતનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી બની છે. જયારે સાક્ષી મલિક 58 કિ.ગ્રા. માં કાંસ્ય ચંદ્રક જીતનાર રિયો ઓલંપિક માં પદક મેળવ્યો હતો. જયારે દીપા મહજ 0.15 અંકોથી કાંસ્ય ચંદ્રક થી ચોથા સ્થાન ઉપર હતી.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS