આરએસએસ નો નવો ડ્રેસ દશેરાથી બદલાશે

0
88

ઘણા સમયથી પછી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) નો ડ્રેસ આવતા દશેરાથી બદલાઇ જશે. આરએસએસ ના કાર્યકર્તા ખાખી શોર્ટ (ચડ્ડી) ના બદલે ખાખી રંગ નું પેન્ટ માં નજરે આવશે. નવો પોશાક ની જોડી નાગપુર સ્થિત આરએસએસ કાર્યલાય ખાતેથી પસંદગી કરી દેવામાં આવી છે. જેમાં સફેદ શર્ટ, કાળી ટોપી, કાળો બેલ્ટ, ભુર-કાળા બુટ, અને ડંડો અને ખાખી પેન્ટ ફાઇનલ થયું છે. આ વર્ષે દશેરાના દિવસે સમગ્ર ભારતમાં આ ડ્રેસ બદલાઇ જશે. અને પછી થી નવા ડ્રેસમાં આરએસએસ કાર્યકર્તાઓ નજરે આવશે. પોષાક નાગપુર સ્થિત કાર્યાલય થી આપવાનું નકકી કરાઇ રહ્યું છે. આરએસએસની પ્રતિનિધી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ બાબતે એક અભ્યાસ કરાયો હતો અને અંદરથી પણ મંતવ્યો લેવાયા હતા. બદલતા સમયથી સાથે પરિવર્તન ને ધ્યાને લઇ ને ચડ્ડી ના બદલે હવે પેન્ટ ડ્રેસ તરીકે પહેરવામાં આવશે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS