આતંકવાદ સામે આરએસએસ મુસ્લિમ યુવાનોને ઉભા કરશે

0
91

ઉડી હુમલા પછી પાકિસ્તાન સામે દેશમાં બનેલો માહોલ વચ્ચે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ મુસ્લિમ યુવાનો ને આતંકવાદ સામે ઉભા રાખશે એવી વાત આરએસએસ દ્વારા કરવામૈાં આવી છે. દેશભરમાં જિલ્લા, કોલેજો અને યુનિવર્સિટીમાં આરએસએસ સંમેલન કરશે અને રાષ્ટ્રીય મંચ ગોષ્ઠિ કરશે. આ સંગઠનની શરુઆત પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે કલામ ના જન્મદિવસે 15 ઓકટોબર થી કરશે.
આરએસએસ રાષ્ટ્રવાદ નો માહોલ પેદા કરવાની કોશિષ માં છે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ નું માનવું છે કે 1971 માં ભારત પાક યુદ્ધ પછી જેવો માહોલ સિર્જકલ સ્ટ્રાઇક બાદ થયો છે. સંગઠનનું માનવું છે મુસ્લિમો નો સહકાર મળશે અને મોટાપાયે મુસ્લિમો ભાગીદાર બનશે. જેટલા ઉંચા અવાજ માં આતંકવાદ સામે મુસ્લિમો ઝઝુમશે તેટલો જ આતંકવાદ નષ્ટ થશે. દિલ્હી ખાતે રાષ્ટ્રીય સંમેલન પણ યોજાશે. મુસ્લિમ યુવાનોને શિક્ષા અને સ્વાવલંબી બનાવવામાં આવશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS