રાજનીતિના કારણે રામ મંદિર નથી બની શકયું : મોહન ભાગવત

0
142

નવી દિલ્હી : આરએસએસ પ્રમુખ મોહન ભાગવત રામ મંદિર ના મુદ્દે જણાવ્યું કે : હિંદુઓના દેશમાં રામમંદિર બની ને રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજનીતિ ના કારણે અત્યારસુધી રામ મંદિર બની નથી શકયું. તેમણે કહ્યું કે ધર્મ ના આધાર ઉપર હિંદુ અને મુસલમાન માં કયારેય પણ કલેશ ન હોઇ શકે. તેનું કારણ પણ રાજનીતી છે. મહારાષ્ટ્ર ના સંત ગુલાબરાય જી મહારાજના જીવન શતાબ્દિ વર્ષ ના મોકા ઉપર આયોજીત એક કાર્યક્રમ દરમિયાન સંઘ પ્રમુખે હિંદુઓના દેશમાં રામ મંદિર બનવું જ જોઇએ તેમાં કોઇને નીચા દેખાડવાની વાત નથી.
મોહન ભાગવતે જણાવ્યું કે હિંદુઓ રામ ભગવાન જેવું બીજું કોઇ નથી. આ માટે જો રાજનિતી વચ્ચે થી નીકળી જાય તો રામ મંદિર બનાવવામાં કોઇ સમસ્યા નથી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS