સંઘ ના સ્વયંસેવક આજથી નવા ગણવેશ માં દેખાશે

0
48

સંઘ ના સ્વયંસેવક આજથી મંગળવારથી 90 વર્ષ થી સંગઠનની ઓળખ રહેલ ખાખી હાફ પેન્ટ-ચડ્ડી ની જગ્યાએ ભૂરા રંગ નું ફુલ પેન્ટ માં નજરે આવશે. સંઘ નો ગણવેશ માં આ બદલાવ દશેરા ના મોકા ઉપર કરવામાં આવી રહ્યો છે. જે સંગઠનનો સ્થાપના દિવસ છે.
સંઘના જણાવ્યાનુસાર સંઘના સ્વયંસેવકો દ્વારા મોજા પણ બદલવામાં આવ્યા છે. હવે તે ખાખીના બદલે ભૂરા રંગના હશે. હવે સ્વયં સેવક સફેદ શર્ટ, ભૂરા કલરના ફુલ પેન્ટ, ભૂરા મોજા, કાળી ટોપી અને વાંસની લાકડી સાથે નજરે આવશે. વધારે ઠંડી વાળા વિસ્તારમાં સંઘ ના કાર્યકર્તા ભૂરા રંગનું સ્વેટર પણ પહેરશે. સ્વેટર તૈયાર કરવા માટે ઓર્ડર અપાયો છે. પુરા દેશમાં આઠ લાખથી વધુ પેન્ટ ફાળવવામાં આવ્યા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS