સંઘની સમન્વય બેઠકમાં પી એમ મોદી ને નહીં બોલાવાય

0
122

વડાપ્રધાન પદ ની ગરીમા ને ધ્યાને રાખી ને સંઘ પી.એમ. મોદી ને હવે પોતાની સમન્વય બેઠક માં નહીં બોલાવે. જરુરત પડશે ત્યારે સંઘ ના અધિકારી ખુદ પોતે પીએમ ને મળવા અથવા ચર્ચા કરવા જઇ શકશે. એક સંઘના અધિકારી મુજબ પીએમ ને મળી ચર્ચા કરી શકશે. છેલ્લીવાર દિલ્હીમાં મળેલી સમન્વય બેઠક માં પીએમ મોદી ને બોલાવવા બાબતે વિરોધ થયો હતો. અને એક વિવાદ ઉભો થયો હતો.
વિપક્ષે આ મુદ્દે બેઠકમાં કઇ વરિષ્ઠ પ્રચારકો ઉપર નિશાનો સાધયો હતો. તે સમયે પીએમ ને બોલાવવા બેઠકમાં તે નિર્ણય થઇ ગયો હતો અને પીએમ બેઠકમાં શામેલ થયા હતા પરંતુ નિર્ણય બાદ હવેથી તેમને બેઠકમાં નહીં બોલાવામાં આવે.
સંઘનો આ નિર્ણય મીડિયા માં થતા વિવાદો ને રોકવા ના પ્રયાસો છે અને એકબીજાને સમજવાના વિષયો ની આ બેઠક હોય છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS