ઋષી કપુરે પત્રકાર ને ફડાકો માર્યો..! : ધમંડ નજરે આવ્યું

0
103

મુંબઇ : બોલિવૂડ માં કપૂર પરિવારે ગઇકાલે ગણપતિ વિસર્જન ના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દર વર્ષની પરંપરા મુજબ ગણપતિ વિસર્જન કાર્યક્રમ અંતર્ગત રણધીર કપુર અને ઋષિ કપુરે પોતાની ફરજ બજાવા જતા પત્રકાર સાથે ગેરવર્તન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન પત્રકાર ને ધક્કો મારી ફડાકો મારવાની કોશિષ કરી હતી. ઉલ્લેખનિય છે કે, વારંવાર વિવાદ માં રહેવા ટેવાયેલો ઋષિ કપુર પોતાના મગજ ઉપર હાલતા કાબૂ ગુમાવી બેસે છે. કોઇપણ જાતના નિવેદનો અને કંઇપણ કરી શકે છે.
રણધીર કપૂર એંટરટેનમેંટ ચેનલ ઇ 24ના પત્રકાર ને તમાચો માર્યો હતો. તમાચો મારતી વખતે અતિ ગુસ્સામાં આવી ગયેલ તેમના ચહેરા ઉપર નફરત ફેલાયેલી હતી. અને પોતાની જાતનું ધમંડ નજરે ચડતું હતું.
જેમણે તેમને સીતારા બનાવ્યા છે તેમને જ અભિમાની કપૂર ખાનદાન મારવા દોડે છે. કપૂર ભાઇઓએ ક્રૂરતા નું ઉદાહરણ પુરું પાડયું છે. મારપીટ કરવા છતાં પત્રકારોએ વિડિયો લેતા તેનો પીછો તો કર્યો પણ પાસે ઇંડિયા ટીવીનાપત્રકારને પણ ધકકો મારી પાડી દેવાયા હતા. વિડિયો ઉતારવા જતા પત્રકારને લાફો મારી લેતા પત્રકાર જગતમાં રોષની લાગણી ફેલાણી છે
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS