સાક્ષીએ પોતાના જીવનસાથી તરીકે પહેલવાન જ પસંદ કરી લીધો

0
53

રિયો ઓલંપિક માં ચંદ્રક જીતી ભારત નું નામ રોશન કરનાર પહેલવાન સાક્ષી મલિકે ગઇકાલે સગાઇ કરી લીધી છે. જલ્દી તે લગ્નગ્ંરથી થી જોડાશે.
સાક્ષીએ પોતાના જીવનસાથી તરીકે પહેલવાન જ પસંદ કરેલ છે. તેમણે તે પહેલવાન સત્યવ્ર કાદિયાન સાથે સગાઇ કરી છે. તે પણ તેની સાથે અખાડા માં પહેલવાની કરે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાક્ષી મલિક રિયો ઓલંપિક માં ભાગ લેવાના પહેલા દિવસ થી જ બન્ને પરિવાર ની મંજૂરી થી લગ્ન નકકી થઇ ગયા હતા. બન્ને વચ્ચે પ્રેકિટશ દરમિયાન પ્રેમ થઇ ગયો હતો. સાક્ષી મલિકે ભારતને પહેલો ચંદ્રક અપાવ્યો હતો. તેમણે કિર્ગીસ્તાન ની રેસલર ને હરાવી હતી. ઓલંપિકમાં જીતનાર પહેલી ભારતીય રેસલર બની હતી. સત્યવ્રત કાદિયાન રોહતક નો રહેવાસી છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS