વાયુસેના ઓફિસર સાથે સચિને જોઇ પોતાની ફિલ્મ

0
29
Sachin A Billion Dream
Sachin A Billion Dream

સચિન તેંડુલકરની બાયોપિક નું તેમના ચાહક લોકો ઇંતજાર કરી રહ્યા છે. સચિન :અ બિલિયન ડ્રીમ આ શુક્રવાર એટલે 26 મે ના રોજ રીલીઝ થનાર છે. ઇંડિયન એયરફોર્સ ઓડિટોરીયમમાં આ ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. એયરફોર્સ ના ઓફિસર્સ અને સચિને આ ફિલ્મ નિહાળી હતી.
અહીંયા સચિન ભારતીય વાયુ સેના ની ડ્રેસમાં નજરે આવ્યા હતા. સચિન પોતાની ધર્મપત્ની અંજલિ સાથે ફિલ્મ જોવા પહોંચ્યા હતા. સચિને તે પહેલા એક ઇંટરવ્યુ દરમિયાન જણાવ્યું કે અમો ભારતીય સશસ્ત્ર દળ માટે એક સ્પેશ્યલ સ્ક્રીનંગ રાખ્યું છે તે માટે ધન્યવાદ કહેવાનો એક રીવાજ છે.
સચિન અ બિલિયન ડ્રીમ્સ નું નિર્દેશન જેમ્સ અર્સકિને કર્યું છે. આ ફિલ્મ 26 મે ના રોજ પાંચ ભાષામાં રીલીઝ થશે. ફિલ્મ રીલીઝ થતા પહેલા સચિન અને અંજલી પી.એમ. મોદીને મળ્યા હતા તેમણે શુભેચ્છા પાઠવી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS