સચિન તેંડુલકરે સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત ગામ દતક લીધું

0
95

મહાન ક્રિકેટર અને રાજયસભા સાંસદ સચિન તેડુલકરે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત ઉસ્માનાબાદ જિલ્લા નું દોજા ગામ ને વિકાસ માટે દતક લિધું છે.
ઉસ્માનાબાદ જિલ્લા પરિષદ ના સીઇઓ આનંદ રાયતે જણાવ્યું કે અમને ખુશી છે કે તેંડુલકરે દોજા ગામ પસંદ કર્યું. અમને આશા છે કે આનાથી બીજા ગામ પણ વિકાસ ના આ મોડલ ને અપનાવાની પ્રેરણા મળશે. ઉસ્માનાબાદ છેલ્લા ઘણા સમયથી સુખાથી પ્રભાવિત છે. અહિંયા ખેડૂતોની આત્મહત્યાના બનાવો વધ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસદ આદર્શન ગ્રામ યોજના ની શરુઆત કરી હતી. તેમણે બધા સાંસદો ને વિકાસ માટે એક એક ગામ પસંદ કરવાનું કહ્યું હતું. આ વિકાસ આપૂર્તિ ઉપર આધારીત મોડલ ના બદલે માંગ અને જરુરત તથા જનતાની ભાગીદારી આધારીત હોવું જોઇએ. (સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS