રિયો માં ભારત માટે ચંદ્રક જીતી માલામાલ બની સાક્ષી

0
133

કિર્ગીસ્તાનની પહેલવાન ને હરાવીને રિયો ઓલંપિક માં ભારત માટે પહેલો ચંદ્રક જીતનાર મહિલા પહેલવાન સાક્ષી મલિક માલામાલ થઇ જશે. હરિયાણા સરકાર રાજયની ની 23 વર્ષીય મહિલા પહેલવાન ને 2.5 કરોડ ઇનામ પેટે આપશે. તે ઉપરાંત રાજય સરકાર તેને જમીન અને સરકારી નોકરી પણ આપશે. રિયો માં 12 દિવસના ઇંતઝાર પછી ભારત ને મેડલ નો ઇંતઝાર પૂર્ણ કરનાર સાક્ષી ને રેલવે તરફથી 50 લાખ અપાશે. રેલ્વે ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીને 1 કરોડ ની જાહેરાત કરી હતી. ઉપરાંત અન્ય તરફથી 15 લાખ, અને ઓલંપિક એસો. તરફથી 20 લાખ મળશે. મહિલા પહેલવાન ને સલમાન ખાન તરફથી પણ એક લાખ નું ઇનામ અપાશે. રેપશાજ રાઉંડમાં સાક્ષી એ કિર્ગીસ્તાન ની પહેલવાન એસનું તિનિવેકોવા ને 8-5 થી હરાવી કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યું છે.
(સુત્રોમાથી એજન્સી)

NO COMMENTS