હરિયાણા માં ‘બેટી બચાવો,બેટી ભણાવો’ ની બ્રાંડ એમ્બેસેડર સાક્ષી

0
140

રિયો ઓલંપિક માં કાંસ્ય ચંદ્રક જીતનાર ભારતીય ખાતું ખોલનાર મહિલા પહેલવાન સાક્ષી મલિક હરિયાણ માં બેટી બચાવો, બેટી ભણાવો અભિયાનની બ્રાંડ એમ્બેસેડર તરીકે નિયુકિત કરી છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે બુધવારે બહાદુરગઢ માં સાક્ષી ના સ્વાગત માટે સમ્માન માટે આયોજીત સમારોહ દરમિયાન આ ઘોષણા કરી હતી.
સાક્ષી ને સન્માનિત કરતા મુખ્યમંત્રીએ તેને 2.5 કરોડ નો ચેક અર્પણ કર્યો હતો. અને તેને અધિકારી સ્તર ની સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી. સાક્ષી વિદેશથી સ્વદેશ પરત ફરી તેને બહાદુરગઢ માં આયોજીત રાજય સ્તરીય સમારોહમાં સન્માનવામાં આવી હતી. તેને ગૃહનગર રોહતક માં સાક્ષીનું સ્વાગત કરાયું હતું.
તે ઉપરાંત સાક્ષી ના ગામમાં એક સ્ટેડિયમ અને સ્પોર્ટસ નર્સરી નિર્માણનો પણ વાયદો કર્યો છે. સાક્ષીના કોચને પણ 10 લાખ નો ચેક અર્પણ કરાયો હતો.
(એજન્સી)

NO COMMENTS