સલમાન ખાનની દિલદારી : બે વર્ષના બાળકને લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે મદદ કરી

0
34
salman khan help to 2 years child
salman khan help to 2 years child

સલમાન ખાન આ સમયે પોતાની ફિલ્મ ટયૂબલાઇટને લઇને ખાસ ચર્ચામાં છે ત્યારે તે પોતાની ફિલ્મ નું પ્રોમોશન કરી રહ્યો છે. તે ઉપરાંત તે ટાઇગર જિંદા હૈ ની શૃટિંગ પણ કરી રહ્યો છે. આ સમયે સલમાનનું શેડયુલ બહુ જ વ્યસત રહે છે. પરંતુ સમયના અભાવ હોવા છતાં પણ સલમાન ખાન હંમેશા જરુરતમંદો માટે મદદ કરવા માટે તૈયાર રહે છે. હાલમાં સલમાને પોતાની દરિયાદીલીનો એકવાર વધુ નમૂનો દેખાડયો હતો. મુંબઇ પાસેના ઠાણે માં એક બાળકની મદદ સલમાન ખાને બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા કરી.
રાકેશ આવર નામના બે વર્ષનું બાળકને લિવર ટ્રાન્સપ્લાંટ માટે પૈસાની જરુરીયાત હતી. રાકેશ ના પરિવાર બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન ની મદદ માટે અરજી કરી હતી. તેમણે એક લાખ રુપિયાની આશા વ્યકત કરી હતી. સલમાન ખાતે દિલદારી દાખવતા બે લાખની મદદ કરી હતી. રાકેશ નું લિવર ટ્રાંસપ્લાન્ટ માટે બીઇંગ હ્યુમન દ્વારા મદદ કરાઇ હતી. આ મદદ પછી રાકેશ ના પરિવાર બેહદ ખૂશ હતા. અને રાકેશ ની જલ્દી ઠીક થઇ જવાની પ્રાર્થના કરી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS