ફિલ્મ રીલીઝ થવા દો : સલમાન ખાને રાજ ઠાકરે ને વિનંતી કરી

0
156

બોલીવૂડમાં પોતાની દબંગ સ્ટાઇલ ના અભિનેતા સલમાન ખાને રાજ ઠાકરે ને ફોન ઉપર વિનંતી કરી કે કરણ જોહર ની ફિલ્મ એ દિલ હૈ મુશ્કીલ તથા શાહરુખ ખાન ની ફિલ્મ રઇસ નો શાંતિપૂર્વક રીલીઝ થવા દો
પરંતુ આ પહેલા સલમાન ખાને જણાવ્યું હતું કે બોલીવૂડ કોઇના બાપ ની જાગીર નથી પરંતુ અચાનક રાજ ઠાકરે ને ઓચિંતાની આવી વિનંતી થોડી ચોકાવનાર છે.
ઉલ્લેખનિય છે કે, ઉડી હુમલા પછી મનસે ના કાર્યકર્તાઓએ પાકિસ્તાની એકટર્સ ને ભારત છોડી ચાલી જવા કહ્યું હતું. અને ધમકી આપી હતી કે 48 કલાકમાં નહીં જાય તો પરિણામ સારું નહીં આવે. શાહરુખ ની ફિલ્મ રઇસ માંથી માહિરા ખાન ના બધા સીન કાપી નાખવા કહ્યું હતું. અને સીન કાપવામાં નહિં આવે તો ફિલ્મ રીલીઝ નહીં થવા દે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS