શની જ્યંતી નિમિતે પોરબંદર થી હાથલા સુધી ની પદયાત્રા યોજાશે 

0
54
sani jyanti hathla pad yatra
sani jyanti hathla pad yatra

(રિપોર્ટ : ઇરશાદ સીદીકી, પોરબંદર)

પોરબંદર નજીકના હાથલા ગામને ભગવાન શનિદેવનું જન્મસ્થાન મનાય છે ત્યારે અહીંયા ભગવાન શનિની જન્મજયંતિ તા.૨૫ ગુરૂવારના હોવાથી બુધવાર તા.૨૪ના રાત્રે પોરબંદરના સોબર ગૃપ દ્વારા ૧૨મી વખત પોરબંદરથી હાથલા સુધીની ૨૭ કી.મી.ની રાત્રી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

સોબર ગૃપ ઓફ પોરબંદર પદયાત્રા પરિવાર દ્વારા આયોજીત આ યાત્રાનું તા.૨૪ બુધવારે સાંજે ૭ વાગ્યે રામ મંદિર, લોહાણા મહાજન વાડી પાસેથી પ્રસાદી લઇ પ્રસ્થાન કરાવવામાં આવશે તેમજ પદયાત્રીઓ માટે રાત્રીના ચા અને નાસ્તા સહિતની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જો કોઇ પદયાત્રી ચાલતા ચાલતા થાકી જાય તો વાહન દ્વારા શનિદેવના મંદિર સુધી પહોંચાડવાની વ્યવસ્થા સેવાના ભાગરૂપે કરી આપવામાં આવી છે.

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૬ માર્ચ ૨૦૧૭ રવિવારના રોજ ૩૦મી વખત ‘મન કી બાત’ કરી હતી જેમાં તેમણે અઠવાડીયામાં એક દિવસ પેટ્રોલ-ડીઝલ નહીં વાપરવા’ની વાત કરીને પેટ્રોલ-ડીઝલ બચાવવા ઉપર ભાર મુકયો હતો ત્યારે સોબર ગૃપ ઓફ પોરબંદર દ્વારા આ વર્ષે આસ્થા અને શ્રધ્ધાભેર યોજાતી શનિજયંતિની યાત્રામાં ‘પેટ્રોલ-ડીઝલ બચાવો’ અંતર્ગત અભિયાન ચલાવવામાં આવશે અને તે અંગેની અપીલ કરવામાં આવશે. તેવી યાદી સોબર ગ્રુપ ના ચેરમેન દિલીપભાઈ ધામેચા એ પાઠવી છે.

NO COMMENTS