સરગવા ના સદગુણો

0
2197
saragvo
saragvo

સરગવો સ્વભાવે બટકણો છે. આપણો વારસો હવે ઓળખનો લૂપ્ત થવામાં છે. ઓળકોળામણી વગેરે રમતમાં ઝાડનો પરિચય મેળવતાં તે જ્ઞાન ભૂલાતુ જાય છે.
સરગવો કફનો નાશ કરે છે અને સાથે સાથે જઠરાગ્નીને પણ પ્રદિપ્ત કરે છે. ખોરાકમાં જો રૂચિ ન થતી હોય તો સરગવાની શીંગોનું શાક ખાવાથી પેટની તકલીફ ઓછી થાય છે. શીંગોનું સૂપ પણ બનાવવામાં આવે છે. પેટમાં થતા કૃમિને પણ નાશ કરે છે. તાવમાં સરગવાનાં પાનના પાણીની વરાળ લેવાથી જકડન ઓછી થાય છે. સરગવાની શીંગ ઉદરશુળમાં કામ કરે છે. સરગવાનાં પાનની ભાજી ખાવાથી જુનો ગઠિયા અને સાંધાનું દર્દ દૂર થાય છે. સરગવાના પાનનો રસ એક બે ટીપાં કાનમાં નાખવાથી દર્દમાં રાહત થાય છે. સરગવાની છાલનો કાઢો, સિંઘવ, મીઠું, હીંગવાળો પીવાથી પિત્તાશયની પથરીમાં મદદ કરે છે. સરગવાની શીંગનો રસ સવાર સાંજ પીવાથી ઉકત્ત રક્તચાપમાં લાભ થાય છે. કબજિયાતવાળાએ સરગવાનાંકુણા પાનનું શાક ખાવાથી રાહત મળે છે. સરગવાના બી પાણી શુદ્ધિકરણ સારું કરે છે. સાંધાના દુ:ખાવામાં કોપરેલ સાથે સરગવાના બી નાંખી લગાવવાથી રાહત રહે છે. સરગવાના બીમાંથી સારી જાતનું તેલ મળે છે. જેનો ઉપયોગ ચામડીનાં રોગોમાં તેમજ કોસ્મેટીક થાય છે. સરગવાનાં પાનનું જયુસ, નાળિયેરનું દૂધ ઝાડા તેમજ સફેદ કણોની પૂર્તિ માટે ફાયદાકારક છે.
સરગવાનાં પાનનું જયુસ ઉત્તમ ડાયેટ છે. ડાયાબિટીઝ તેમજ હાઇપરટેન્સન માટેનું કામ કરે છે.
સરગવાનાં સુંદર ફુલનું જયુસ ગળા અને નાક જેવા અવયવોના રોગોમાં કામ આપતું હોય છે. સરગવાનાં છાંયે સુકવેલા પાનનો પાવડર એક ચમચી લેવાથી પોષક તત્ત્વોની ઉણપ દૂર કરે છે. શરીરની રોગ પ્રતિરોધક શકિત વધારે છે. આંખો અને મગજને સહાય કરે છે. કોલેસ્ટ્રોલને કુદરતી રીતે ક્ધટ્રોલ કરે છે. કીડની અને લીવરને ચાલવાનું નોર્મલ કરે છે. ચામડીને સુંદર બનાવે છે. ઉપરાંત એપેન્ડીકસમાં રાહત આપે છે.

NO COMMENTS