શ્રી સત્યનારાયણની કથામાંથી સત્યપથ

0
66
Satyanarayan Pooja
Satyanarayan Pooja

(જીતેન્દ્ર શાસ્ત્રી-જોરાવરનગર)

આજનો વિષય શ્રી સત્યનારાયણ કથાના માધ્યમ દ્વારા આપણા જીવનને કઇ રીતે સત્યના માર્ગે વાળી શકાય તે બાબત ઉપર પ્રકાશ પાડીશું.
શ્રી સત્યનારાયણ મહાપ્રભુની પરિપૂર્ણ કૃપાથી આજ અ આસ્થા મેગેઝીનના માધ્યમ દ્વારા શ્રી સત્યનારાયણ કથાનો શુભ પ્રારંભ કરતા પહેલા સત્યનારાયણજીનું મહાત્મ્ય સમજવાની જરૂર છે.
શ્રી સત્યનારાયણજીની કથા ભકિતથી ભરેલ શાસ્ત્ર છે. શ્રી સત્યનારાયણજીના શ્રવણથી ભકિતનો આવિર્ભાવ થાય છે અને સંસારના બંધનમાંથી જીવાત્મા મુકત થાય છે.
કોઇપણ કથાના આરંભ કરતા પહેલા મહાતમ્ય સમજાવામાં આવે છે. પરંતુ આ સત્યનારાયણની કથામાં કોઇ મહાત્મય રજુ કરવામાં આવેલા નથી બીજી કોઇપણ કથામાં મુખ્ય દેવ કે દેવીની અવતારી કથાઓમાં વર્ણન જોવા મળે છે જયારે આ શ્રી સત્યનારાયણ કથામાં સત્યનારાયણ દેવને અવતારી દેવ માનવામાં આવેલ નથી આ શ્રી સત્યનારાયણ દેવને શ્રી વિષ્ણુ તરીકે કલ્પેલા છે જે સત્ય સ્વરૂપે આપણા જીવનમાં સ્થાન પામે તે માટે વ્રતના સ્વરૂપે ચાર દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવેલ છે. આ ચાર દ્રષ્ટાંત આ સમાજના ચારેય વર્ણનાં માટે છે જે આ કથાના દ્રષ્ટાંતના પાત્રો દ્વારા પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કરેલ છે.
કથાનો આરંભ કરતા પહેલા સત્યનારાયણનું મહાત્મ્ય સમજવું જોઇએ જયાં સુધી સંત, સર્જનહાર અને શાસ્ત્ર આ ત્રણનું મહાત્મ સમજવામાં ન આવે ત્યાં સુધી જીવનમાં સાર્થકતા મળતી નથી. પરમાત્માનું સ્વરૂપ સમજયા સિવાય જીવાત્મા ઉપાસના કરે છે યથાર્થ ફળથી એ વંચિત રહે છે.
સત્યનારાયણ વ્રત કથામાં સત્યને સાક્ષાત ભગવાન માનીને જીવનમાં સત્ય આચરણનું વ્રત લેવાની ચર્ચા કરવામાં આવી છે. આજ એનું તાત્પર્ય છે આજ એનો મૂળ હેતુ રહેલો છે.
ફકત સાચું બોલવા માત્રની એક નાની ક્રિયા નહિં પરંતુ જીવનમાં ડગલે ને પગલે આપણા દરેક ક્ષેત્રમાં ધર્મ, કર્તવ્ય, નીતિ, સદાચાર અને મર્યાદાના આધાર ઉપર સાચું બોલવું તે છે.
સત્યને નારાયણ કહેવામાં આવેલ છે એ સાચું બોલવા પુરતું સીમિત નથી આપણા મનની બધી વૃતિઓ-ઇચ્છાઓ અને ક્રિયાઓ જયારે ધર્મ મર્યાદા પ્રમાણે ઢાળવામાં આવે ત્યારે સત્યરૂપી પ્રભુનું જીવનમાં અવતરણ થયું સમજવું જોઇએ આ અવતરણ ઇશ્ર્વર પ્રાપ્તિનું કે દર્શનનું એક રૂપ છે.
શ્રી સત્યનારાયણ વ્રત કથામાં ભિક્ષા માંગતો બ્રાહ્મણ, કઠિયારો, લીલાવતી, કલાવતી, સાધુ વાણીયો, તુંગધ્વજ, ચંદ્રકેતુ, કે ગોવાળ વગેરનું વર્ણન છે. એમાં એક જ વાત નિશ્ર્ચિત છે કે સત્યનિષ્ઠા ધારના કરવાથી સત્યનારાયણું વ્રત લેવાથી લૌકિક અને પરલૌકિક બંને જીવન સુખ શાંતિ વાળા બને છે અને આ સત્ય પ્રવૃતિને છોડી દેવાથી ઘણાબધા દુ:ખનો સામનો કરવો પડે છ.ે
સત્યનારાયણ વ્રત કથામાં આવાજ ઉદાહરણો પ્રસ્તૃત કરવામાં આવ્યા છે અને સાંભળવા વાળાને સમજાવામાં આવ્યું છે કે એમને ચક્રધારી કૃષ્ણ કે ધનુર્ધારી રામનેજ ભગવાન માનીને સંતુષ્ઠ ન થઇ જવું જોઇએ પરંતુ એ પણ અનુભવ કરવો જોઇએ કે નારાયણનો પ્રત્યક્ષ સંપર્ક આપણે સત્યના આચરણ દ્વારા જ પ્રાપ્ત કરી શકીએ છીએ.
સદાચારી વ્યકિત એકાએક ઇશ્ર્વરના અનુગ્રહને પાત્ર બની જાય છે એના જવનની બધી દિશા આનંદ મંગલ થી ભરપુર રહેતી હોય છે.
જેણે નારાયણને સત્યના રૂપમાં ઓળખ્યા નથી એટલું જ નહિં પણ નૈવેદ્યથી અને સ્તુતિ પૂજા માત્રથી એમને ફોસલાવાની બાળ રમત કર્યા કરી છે એવા લોકો આ મુશ્કેલીઓમાંથી કંઇપણ નકકર વાસ્તવિક લાભ મેળવી શકશે નહીં.
સારા આચરણની શુભ ભાવનાઓ લોકોના મનમાં બેસાડવા માટે સત્યનારાયણ વ્રત કથાનો પ્રચાર થવો જરૂરી છે.
પરંતુ દુ:ખની વાત છે કે આ કથાનો સાચો હેતુ સમજવાનો કોઇ પ્રયત્ન કરતું નથી અને સાચી રીતે સમજવાનો પ્રયાસ પણ થતો નથી. કથામાં સત્યનારાયણ પ્રભુ હાજર હોય છે અન્ય ભાવિકો શ્રોતાઓ હાજર હોય છે એમની અવગણના કરી અમુક લોકો જેમને ફકત પ્રસાદમાં જ રસ છે એવા લોકો બીજાનો કથા રસ ઝુટવે છે વાતો કરી વિક્ષેપ કરે છે.
થોડી દક્ષિણા આપી દેવાથી લોકો માનીલે કે એમને પુણ્ય મળી ગયું અને જે લાભ કથાના પાત્રોએ મેળવ્યો એ અમને પણ મળી જશે. આ આશા નિરાશામાં બદલાય છે. પ્રભુની કૃપા બેચાર રૂપિયા અને એક બે કલાકના પૂજા પાઠથી મળી જાય તેટલી સસ્તી નથી હોતી.
તેના માટે તો જીવન શોધન નિર્માણ તેમજ વિકાસની ક્રિયાઓ અનિવાર્ય રૂપમાં પૂરી કરવી પડતી હોય છે.
સત્યનારાયણ વ્રત કથાના ઉપરોકત કાર્યને લોકોનાં મનમાં સારી રીતે બેસાડવામાં આવે લોકો સુધી આ કથાા પહોંચાડવામાં આવે તો તેનાથી ખરેખરું એક મોટું પૂણ્ય ફળ પ્રાપ્ત થશે અને આ વ્રત પરિપૂર્ણ ગણાય.

 
-જીતેન્દ્ર શાસ્ત્રી
શાસ્ત્રી સદન, 4-નીલકંઠ સોસાયટી
ડી.એન.ટી. હાઇસ્કૂલ પાસે
જોરાવરનગર, સુરેન્દ્રનગર
મો. 99250 78288

NO COMMENTS