યુનિ. યુવક મહોત્સવ યોજાયો : પ્રેક્ષકો ની પાંખી હાજરી

0
87

(જય ભટ્ટ-રાજકોટ દ્વારા )
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો 46 મો યુવક મહોત્સવ આજે સૌરાષ્ટ્રભરની કોલેજોમાંથી ભાગ લેવા છાત્રો આવી ચૂકયા હતા ત્યારે આજે વિવિધ કાર્યક્રમોની વણઝારો વચ્ચે શાયરી, ડીબેટ, ચિત્રકલા, કાર્ટુન, રાસોત્સવ જેવા કાર્યક્રમો ઉપરાંત રાસ ગરબા ના કાર્યક્રમો યોજાયા હતા. આજે યુવક મહોત્સવનું તા. 20 ના રોજ સમાપન છે ત્યારે મેઇન ડોમ માં રાસ ગરબા વિવિધ કોલેજો દ્વારા યોજાયા હતા. પ્રાચીન ગરબા હરિફાઇમાં વીરપર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, રાજકોટ, ની કોલેજો દ્વારા કઠિયાવાડ ની સંસ્કૃતિના રાસ રજૂ કર્યા હતા. શાસ્ત્રીય નૃત્ય તેમજ અન્ય કાર્યક્રમોમાં પ્રેક્ષકોની સંખ્યા ઓછી દેખાઇ હતી અને ખુરશીઓ ખાલી હતી. જોવા વાળા કરતા આંટા મારવા વાળા વધારે નજરે પડતા હતા. અને વિદ્યાર્થીઓ તાલીઓના બદલે સીટીઓ વગાડતા હતા. યુવાનો અને યુવતીઓ જાણે ફેશન શો માં આવેલા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હતા.
વિદ્યાર્થીઓનો યુવક મહોત્સવ જાણે મેળાવડો હોય તેવું ભાષતું હતું.
પ્રાચીન રાસ, ડિબેટ, ચિત્રકલા, કાર્ટુ, યુવા કલાકારો ના કૃતિઓને અને કુલ 33 સ્પર્ધાના વિજેતાઓના નામ જાહેર કરાયા હતા.
આજે તા. 20 ના રોજ સમાપનના દિવસે
કલો. મોડેલિંગ, રંગોળી, મૂક અભિનય, દુહા છંદ, શાસ્ત્રીય સંગીત, એકાંકી નાટય, પ્રાચીન રાસ, મિમિક્રી, લઘુ નાટક જેવા કાર્યક્રમો યોજાયા હતા.

NO COMMENTS