સૌરાષ્ટ્રમાં ફરવાલાયક સ્થળોએ લોકો ઉમટી પડયા

0
192

સૌરાષ્ટ્રમાં સાતમ આઠમ એટલે એક પ્રકારનું વેકેશન માનવામાં આવે છે. માણસો આનંદ માણવા માટે ફરવાલાયક સ્થળોએ ઉમટી પડે છે. કુદરતી આ વર્ષે સારા વરસાદની કૃપાથી સૌંદર્ય ખીલી ઉઠે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં કયાંય પણ પગ મુકવા જેટલી પણ જગ્યા દેખાતી નથી.
રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં અને વાડીઓ તેમજ ધાર્મિક સ્થળોએ માણસો ઉમટી પડે છે. રાજકોટ આસપાસના વિસ્તારમાં ઇશ્ર્વરીયા પાર્ક, પ્રદ્યુમન પાર્ક, આજી ડેમ, ન્યારી ડેમ, ભાદર ડેમ વગેરે સ્થળોએ સાતમ આઠમના દિવસે લાખો લોકો ઉમટી પડયા હતા. પોરબંદરની દરિયાઇ ચોપાટી ઉપરાંત બરડા ડુંગરના રમણીય સ્થળો તેમજ અમરેલી જિલ્લાના ધારીના ખોડિયાર ડેમ, ગોંડલ પાસેના બિલેશ્ર્વર મહાદેવ મંદિર, જામનગર જિલ્લામાં રણજીતસાગર ડેમ, સરસોઇ ડેમ, નાગેશ્ર્વરધામ, દ્વારકા, બેટ, હર્ષદ, બાલાચડી બીચ, જેવા સ્થળોએ માણસો ઉમટી પડયા હતા. તદઉપરાંત જૂનાગઢમાં ભવનાથ, ગિરનાર તળેટી, અશોક શિલાલેખ સહિતના પર્યટન સ્થળોએ પણ માણસો ઉમટી પડયા હતા.
રજાઓમાં સૌંદર્ય અને પ્રકૃતિની મોજ માણવા માટે માણસો વહેતા ઝરણા અને નદીઓ જોવા માટે સોમનાથ, સાસણ, દેવળીયા,તુલશીશ્યામ, તેમજ દિવમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. દીવમાં સાતમ આઠમ નિમિત્તે મીની વેકેશન હોવાથી સહેલાણીઓની ભીડ ઉમટી પડી હતી. હોટલમાં અને રેસ્ટોરન્ટમાં અતિ ભીડ જોવા મળી હતી.
દીવમાં એકપણ હોટલમાં રહેવા માટે કોઇ જગ્યા ન હતી. માટે માણસો ઉના તરફ રવાના થયા હતા.
સોરઠ વિસ્તારમાં વિલિંગ્ડન ડેમ, જટ્ટશંકર જેવી જગ્યાઓઓ માણસો ઉમટી પડયા હતા. જયારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લોકપ્રિય તહેવાર હોય તો તે જન્માષ્ટમીનું પર્વ જેથી માણસો મન મુકીને મજા માણે છે. અને પોતાની ઘરે થી દૂર રજાની મઝા માણે છે.
આમ જોવા જઇએ તો સૌરાષ્ટ્રની પ્રજા અંતે તો બહુ રંગીન છે. માટે સવારથી પોતાના ઘરેથી બનાવેલી બધી ખાવા પીવાની વસ્તુઓ લઇને ધાર્મિક સ્થળો, પહાડ, કુદરતી જગ્યાઓએ નીકળી પડે છે. અને આનંદ વ્યકત કરે છે. અને કુટુંબની ભાવના વ્યકત કરે છે.

NO COMMENTS