આવી છે મૌસમ તહેવારોની : પર્યટન સ્થળે લોકોની ભીડ ઉમટશે

0
113

તહેવારોની મૌસમ ચાલુ થવા જઇ રહી છે ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જાણે અત્યારથી રજા ના માહોલ માટે લોકો તૈયાર થઇ ચૂકયા છે. સૌ જગ્યાએ એક જ વાત સંભળાય છે કે તમે કયાં ફરવા જવાના ત્યારે સૌ કોઇ પોતાનું શહેર છોડી રજા ઉપર આસપાસના ટુરીસ્ટ સ્થળો તેમજ ધાર્મિક જગ્યાએ ફરવા જતા રહે છે. સૌથી વધુ મહત્વ સૌરાષ્ટ્રમાં સાતમ આઠમની રજાઓનું હોય છે ત્યારે લોકો ગોવા,આબુ જેવા સ્થળોએ જતા રહેતા હોય છે ગોવા માં મોસ્ટ ઓફ રાજકોટ તેમજ સૌરાષ્ટ્રવાસીઓની ભીડ જોવા મળે છે. ત્યારે તમામ ટ્રેનો-ફલાઇટોના બુકિંગ અત્યારથી થઇ ગયા હોય છે સાથો સાથ પેકેજ ટુર્સવાળા પણ જુદા જુદા પેકેજોની સ્કીમો આ દિવસોમાં સૌથી વધુ લાવે છે.
સૌરાષ્ટ્રમાં લોકો જૂનાગઢ, સોમનાથ, પાલિતાણા, અંબાજી, આબુ, દિવ, જેવા સ્થળો ફેવરીટ છે. ત્યારે ઘણા લોકો શહેરમાં જ રહી મેળાઓની રંગત માણે છે રાજકોટમાં સરકારી લોક મેળો બાદ કરતાં પ્રાઇવેટ મેળાની પણ રંગત જામે છે ત્યારે શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર 4-5 પ્રાઇવેટ મેળાના સમીયાણા તૈયાર થઇ ચૂકયા છે આ દિવસોમાં 10 જેટલા તો પ્રાઇવેટ મેળાઓ નું આયોજન થાય છે. સાથો સાથ લોકો દિવ અને સાસણ ગીર માં પણ પોતાની રજાઓ માણે છે. દરેક જગ્યાએ રજાના દિવસોના કારણે કોઇ ઘરમાં રહેવાનું પસંદ નથી કરતા માટે ગમે તે સ્થળે જાવ અત્યંત ભીડનો સામનો કરવો પડે છે. તુલશીશ્યામ ખાતે તો હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે.

NO COMMENTS