ઘરગથ્થુ ઉપચાર

0
330

-ધાણા: ધાણા આખા ભારતમાં થાય છે. ધાણા જઠરાગ્નિવર્ધક, વાયુ નાશક, ઉત્તેજક હોય છે. ધાણાનાં પાંદડા કોથમીર અરુચિ દૂર કરે છે. અપચામાં અને વાયુવિકારમાં પણ વપરાય છે. અને વીર્યવર્ધક હોય છે. તલના તેલમાં કોથમીરને તળીને એનો લેપ તૈયાર કરાય છે. સોજા પર લગાવવાથી સોજો બેસી જાય છ.ે
– બીલું : અર્ધ પાકા ફળને ઉપયોગમાં લેવું જોઇએ કાચું બીલું આમપાચક છે. તેમાં ઝાડા રોકવાના ગુણ છે. પાકું બીલું સુગંધિત તથા ઠંડક આપનાર છે. તેનો આકાર નારંગી કે દાડમ જેવો હોય છે. તેની છાલ કઠણ હોય છે. બીલામાં ક્ષાર તત્ત્વ વધુ પ્રમાણમાં હોય છે. તેમાં વનસ્પતિ ક્ષાર મીઠશ પણ છે. ઝાડા અને મરડાને લીધી આવેલ અશકિત માટે પણ બીલું ફાયદાકાર છે.
-અજમો: અજમાનો ખાસ ગુણ પાચન છે. એમાંથી સુવાસ આવે છે. તેમાં વિકારવાયુનું નિવારણ છે. તે પેટનાના વિકારવાયુને હરે છે. અજમો પેટની ચૂંક પણ મટાડે છે. કબજિયાતને દૂર કરવા માટે અજમો એક સર્વોત્તમ ઉપાય છે. તે સ્વાદિષ્ઠ અને શકિતવર્ધક છે. અર્જીણ, ઝાડા અને કોલેરાની ઊલટીમાં અજમાનો ઉપયોગ થાય છે. સિંધવ,હિંગ, આદુ, કાળાં મરી, ઇલાયચી, અને હીમેજમાં અજમો મેળવી બનાવેલું ચૂર્ણ પાચક ચૂર્ણ બની જાય છે. ચાર ચમચી અજમાનું પાણી, ચાર ચમચી લીંબુનો રસ અને પાંચ ટીપ્પાં ઇલાયચીને અર્ક લેવાથી અર્જીણ દૂર થાય છે.
-હળદર: સંસ્કૃતમાં હળદરને હરિદ્રા કહે છે. હળદર એક જાતના છોડનું મૂળ છે. તેનો રંગ પીળો છે. એની સુવાસ મધ્યમ કહેવાય. હળદર વાયુનાશક, મગજશકિત વધારનાર છે. એ મળાશયના વાયુવિકાર અને મદાગ્નિમાં સેવવા યોગ્ય છે. એ ભૂખ લગાડે છે. હળદરનો ઉપયોગ બધી જાતનાં શાકભાજી, દાળ અને ખીચડીમાં થાય છે. હળદર નાખવાથી એમાં સુગંધ અને સ્વાદ આવે છે. ગુમડા પર હળદર,મીઠું, તેલ અને લોટ મેળવીને બનાવેલી પોટલી લગાડવાથી મટી જાય છે. શરદી થઇ હોય ત્યારે હળદરનો ધુમાડો શ્ર્વાસ સાથે અંદર લેવાથી તેનો ઉપદ્રવ મટી જાય છે.
– જટામાંસી : જટામાંસી ઉતેજક, પાચક, કફનિવારક, શરીરનું સંકોચન મટાડનાર છે. જૂનો તાવ, કોઢ,વિષમાગ્નિ, ઝાડા આંખોના દર્દો, દમ શ્ર્વાસારોધ તથા સંધિવામાં એ લાભકારી છે. હિસ્ટીરીયા, હદયગતિની તીવ્રતા અને વાયુ પ્રકોપમાં હિતકારી છે. જટામાંસીનો અર્ક સ્નાયુની નબળાઇ અને શરીરના દુખાવામાં એ આરામ આપે છે.
-કુંવાર: સ્વાદે મીઠી છે. કુંવાર ત્રણ જાતની હોય છે. ત્રણે જાતમાં રસાયણ ગુણો સરખા હોય છે. કુંવારના પાંદડાને ત્રાંસા કાપીને તેમાંથી આસવ તૈયાર કરાય છે. આ આસવ પાણીમાં ઓગળી જાય તેવો હોય છે. નિયમિત રજસ્ત્રાવ લાવનારી છે. જઠરાગ્નિ સતેજ કરે છે. અને પેટની ક્રિયાઓને ઉત્તેજિત કરે છે. રજોદર્શનન થતું હોય અને લોહી થોડા પ્રમાણમાં હોય તો લોહ સાથે આને મેળવી શકાય છે.
-કપુર: કોઇ બેભાન થઇ ગયો હોય તો 1 રતી કપુર દૂધમાં ભેળવીને અપાય છે. કપૂરનો ગુણ ગરમીથી થતા દર્દો દૂર કરવાનો છે. કપૂર વધારે પ્રમાણમાં આપવામાં આવે તો નપુંસકતા આવે છે. કપૂર સ્પર્શનિવારક છે.દાંતનો દૂખાવો દૂર કરવા એનો ઉપયોગ કરવામાં આવે છે. દાંતના પોલણમાં કપૂરનો ભુકો ભરવામાં આવે છે. કપૂર અને સરસીયાના તેલ ભેળવી માલીશ કરવાથી વા ના રોગો મટે છે. સ્તનમાં દૂધનો જમાવ રોકવા માટે પણ ઉપયોગ થાય છે.
સૂંઠ: ઘણાં દર્દોમાં કામ આપતી સહેલાઇથી મેળવી શકાતી ઔષધ છે. લીલા આદુને છાંયામાં સૂકવી સૂંઠ બનાવાય છે. તે શકિત વર્ધક, કફ, વાત શામક છે અને લોહિના વિકારોમાં ફાયદાકારક છે. જુનાં સાંધાના દર્દોમાં પણ શ્રેષ્ઠકામ આપે છે. બાહ્ય ઉપચાર તરીકે વાટીને તેનો લેપ કરી શકાય છે. ભોજન પહેલાં લેવામાં આવતાં ભૂખ ઉઘડે છે. તાવમાં પણ ઉપયોગી છે. હરિદ્રાખંડ, પંચસમ ચૂર્ણ, રાસ્નાદિ કવાથ, સુંઠીસુરા રૂપે મળે છે. અશ્ર્વગંધા કે નિર્ગુંડી સાથે તે આમવાતમાં સારો ફાયદો આપે છે. આદુ તથા મધ સાથે પ થી 10 મિલી. પણ લેવામાં આવે છે.
– શંખપુષ્પી: પંચાણ ચૂર્ણ તેમજ તાજો રસ વપરાય છે. તે બુદ્ધિવર્ધક તેમજ ત્રિદોષનાશક છે. મગજ અને હદય માટે ઠંડક આપનાર, તાણ ઓછી કરનાર છે. ઉત્તેજના, તાણ, ક્ષોભ વગેરેને લીધે લોહીનું દબાણ ઉંચુ જતું હોય તો રોકે છે. સામાન્ય નબળાઇમાં બળવર્ધક છે.
-શતાવરી : મૂળ ઉપયોગી છે વાત,પિત્તશામક છે, ધાતુઓ, માંસ, શુક્રાણુમાં વૃધ્ધિ લાવે છે. કોઇ પણ પ્રકારનો રોગી વાપરી શકે છે. ચયાપચયની ગરમીને શાંત કરી બળ આપે છે. કોઇ પણ તત્વની ખામી હોય તો આ દવા ત્યાં પહોંચી જઇ ફાયદો કરે છે. હદયની ક્ષમતા વધારે છે. ગર્ભાશય માટે પણ સારું છે. શતાવરી ધૃત, શતમૂલ્યાદિલેહ, શતાવરી પાનકશ તરીકે મળે છે.

NO COMMENTS