શનિદેવનું જન્મસ્થાન હાથલા

0
1580

સૌરાષ્ટ્રના પોરબંદરથી થોડા અંતરે આવેલા હાથલા ગામ શનિદેવનું જન્મસ્થાન માનવામાં આવી રહ્યું છે. હાથલા ગામ જોવા જઇએ તો જામનગર જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલું છે. પરંતુ શનિદેવના જન્મસ્થાને દર્શન કરવા જવા માટે મોટાભાગના ભાવિકો પોરબંદર થઇને હાથલા ગામે જાય છે. વષોજૂનું આ આ શનિદેવનું મંદિર શનિદેવના જન્મસ્થાન તરીકે પ્રખ્યાત છે અને લોકોનું માનવું છે. અને તેમના જન્મસ્થાન તરીકે સ્થાપિત થયેલ છે. વષોથી શનિદેવના જન્મસ્થાન તરીકે પ્રખ્યાત થયા પછી તેનું મહત્વ દિન પ્રતિદિન વધતું જાય છે.
શનેશ્ર્વરી અમાસ અને શનિ જયંતીના દિવસે અહીંયા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. અને લાખો માણસો શનિદેવના દર્શનાર્થે આવે છે. અહીંયા તા. 28 મેના રોજ શનિજયંતી નિમિત્તે શનિદેવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શનિદેવ માણસનું કષ્ટ કાપે છે. શનિદેવ ન્યાયના દેવ ગણવામાં આવે છે. શનિદેવનું મંદિર શનિ શીંગળાપુરથી બધા પરિચિત હશે. પરંતુ જામનગર જિલ્લામાં આવેલું અને પોરબંદરથી નજીક આવેલા હાથલા ગામે શનિદેવનું જન્મસ્થાન આવેલું હોવાનું પુરાણોમાં કહેવામાં આવ્યું છે.
શનિદેવના જન્મસ્થાને શનિદેવ ઉપરાંત તેમની બાજુમાં સાત પનોતી તેમ જ મંદિરની બહારની બાજુએ હનુમાનજીનું મંદિર આવેલું છે. ઉપરાંત શનિકુંડ પણ આવેલો છે. શનિદેવના જન્મસ્થાનોનું પુરાણોમાં ઉલ્લેખ પણ કર્યો હતો. તદઉપરાંત મંદિરની બાજુમાં સ્મશાન, પીપળો અને નદી પણ આવેલા છે. પુરાણોમાં એવો પણ ઉલ્લેખ છે કે રાજ દશરથે અહીં પનોતી ઉતારી હતી. આથી અહીં જે લોકોને પનોતી ચાલતી હોય તે શનિદેવના જન્મસ્થાને આવી અને શનિકુંડમાં સ્થાન કર્યા બાદ શનિદેવની પૂજા અર્ચના કરે તો પનોતી ઉતરે છે અને રાહત પણ મળે છે તેવી એક શાસ્ત્રોકત માન્યતા હિન્દુ ધર્મમાં છે.
આ શનિદેવનું મંદિર હાલ ગુજરાત રાજયના પુરાતત્વ વિભાગને હસ્તક હોવાના કારણે આ મંદિરમાં કોઇ વિકાસ થયો નથી. હાલ મંદિરનું સંચાલન શનિદેવ સમિતિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા શનિદેવ જયંતિ નિમિત્તે દર્શનાર્થીઓ માટે ચા-પાણી, તેમજ નાસ્તા પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે શનિદેવની જયંતીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. અને દેશ વિદેશમાંથી લોકો શનિદેવના દર્શને આવે છે. આ વર્ષે વૈશાખ વદ અને અમાસ અને શનિવારનો અનોખો યોગ બન્યો હતો. વૈશાખ વદ અમાસને શનિદેવનો જન્મ દિવસ ગણવામાં આવે છે. આ વર્ષે વૈશાખ વદ અમાસ અને શનિવારનો સંયોગ હોવાના કારણે શનિદેવને રિઝવવા માટે લોકો બહોળી સંખ્યામાં હાથલા ગામે ઉમટી પડયા હતા. શનિદેવની આરાધના કરવાથી જે વ્યકિતને પનોતી હોય તેમને રાહત મળે છે. અને કષ્ટ ઓછું થાય છે. આથી લોકો શનિજયંતી નિમિત્તે સિંદુર, કાળા અડદ, કાળા તલ, તેલ ચડાવીને શનિદેવની પૂજા કરે છે.
આ વર્ષે સંયોગ બનતો હોવાથી હાથલા ગામમાં હજારો માણસોની ભીડ જોવા મળતી હતી. અને વાહનોના થપ્પા લાગી ગયા હતા. શનિદેવ એટલે ન્યાયપ્રિય દેવ છે. તેમની પાસે અન્યાયની કોઇ વાત ચાલતી નથી. તેના માટે દરેક વ્યકિત રાજા હોય કે રંક બધી જ વ્યકિતઓ સરખી હોય છે. તેમની પાસે કોઇપણ જાતનો ભેદભાવ ચાલતો નથી. શનિદેવ પરમ કુપાળુ હોય છે.
પરંતુ કોઇની ખોટી વાત ચાલતી નથી. શનિદેવનું જન્મસ્થાન હાથલા ગામે આવેલું છે. ત્યાં પહોંચવા માટે પોરબંદર થઇને પણ જઇ શકાય છે. આ ઉપરાંત જામનગરથી ભાણવડ અને ભાણવડથી હાથલા સુધી પહોંચી શકાય છે. આ ઉપરાંત દ્વારકા તરફથી આવતા લોકો પોરબંદર થઇ અને બગોદર ખાંભોદર અને રામવાવ ગામથી પણ જઇ શકાય છે. કળિયુગમાં કહેવાય છે કે શનિદેવ સાક્ષાત હોય છે. અને હજરા હજુર હોય છે. શનિદેવ તુરંત માણસો સાથે ન્યાય કરે છે. તેમની પાસે કોઇ પણ જાતની લાગવગ ચાલતી નથી. આપણે જોવા જઇએ તો દરેક ધાર્મિક જગ્યાઓએ કોઇને કોઇ વિવાદથી ભરેલી હોય જ છે. આવી પવિત્ર જગ્યાએ પણ કાંઇકને કાંઇક જોવા મળે છે. આજના સમયમાં આવી પવિત્ર જગ્યાએ પણ આપણને પૈસા, સંપતિ, અને ભાગ બટાઇ માટે નજર કરીએ તો કાંઇક સામે આવી જાય છે.

NO COMMENTS